તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
સાબરકાંઠા, અરવલ્લી,દાહોદ સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે-હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં પણ હળવા વરસાદની શકયતા

અમદાવાદ :ગુજરાતના વાતાવરણમાં ગઇકાલથી બદલાવ આવ્યો છે. ગઇકાલે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યમાં માવઠાનો માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અમુક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદ માટે સ્થાનિક આગાહી મુજબ, આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે. શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
