News of Monday, 23rd February 2026
નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ એ મતદાર યાદીમાં ખોટી રીતના નામો રદ કરવા બાબતે મામલતદારને આવેદન આપ્યું
સાંઢિયા ગામમાંથી કુલ ૯૭ મતદારોના નામ રદ કરી દીધા છે. આ ભુલથી નહી પરંતુ ઈરાદા પૂર્વક બીજેપીને મદદ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી સુધારણા(SIR) કાર્યક્રમમાં રાજકીય ગણતરી સાથે કાર્યવાહી કરી ખોટી રીતે નામો રદ/સામેલ કરી મતદાર યાદી માં ગેરરીતિ કરી શાસક પક્ષ ને ફાયદો કરાવવા બાબતે મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું
આવેદનમા જણાવ્યા મુજબ નર્મદા જીલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR)કાર્યક્રમમાં RSS વિચારધારામાં માનતા ન હોય અને કોંગ્રેસ પાર્ટી સાથે હોય તેવા નાગરિકોના નામો રદ કરી દેવાયાની માહિતી બહાર આવી છે. અમોએ તપાસ કરતાં બહાર આવ્યું છે કે નર્મદા જીલ્લા કોગ્રેસ પાર્ટીના પ્રમુખના ધર્મ પત્ની, જેઓ જિલ્લા મહિલા કોંગ્રેસ ના પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ તેમના માતૃશ્રી અને પરિવારના અન્ય સભ્યોના નામો મતદાર યાદી માંથી રદ કરી દેવા માં આવ્યા છે. સાંઢિયા ગામ માંથી કુલ ૯૭ મતદારો ના નામ રદ કરી દીધા છે. આ ભુલ થી નહી પરંતુ ઈરાદા પૂર્વક બીજેપી ને મદદ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જો એક રાષ્ટ્રીય પક્ષના જીલ્લાના પ્રમુખ જેવા આગેવાનના પરિવારના નામો રદ કરી દેવામાં આવતા હોય તો બીજા અનેક નાગરિકોના નામો કાંતો રદ કરવામાં આવ્યા હોય શકે છે અથવા ખોટા મતદારો ઉપજાવી કાઢવામાં આવ્યા હોય શકે છે. તેથી અમારી માંગણી છે કે...
૧. ફાયનલ કરેલી મતદાર યાદીને જે તે ગ્રામ પંચાયત માં પ્રદર્શિત કરવામાં આવે.
2. જેમના પણ નામો રદ કરવામાં આવ્યા છે તેની અરજી કોણે અને ક્યારે કરી હતી તેની વિગતો જાહેર કરવામાં આવે.
3. જો ખોટી રીતે નામો રદ કર્યા હોય અથવા સામેલ કર્યા હોય તેવી કામગીરીમાં સામેલ આમ લોકો અને અધિકારીઓ સામે તાત્કાલિક કાનુની કાર્યવાહી કરવામાં આવે.
4. દરેક તાલુકા પંચાયતની સીટ દીઠ આવી રીતે કોગ્રેસી ૨૦૦-૨૫૦ મતદારો રદ કરવામાં આવે તો ફક્ત બીજપીના ઉમેદવાર જ જીતે કેમકે હાર જીત ૧૦૦-૧૫૦ મત થી જ થતી હોય છે. ચૂંટણી અધિકારી અને બીજેપીના મેળાપીપણાથી આ ષડયંત્ર ધડાયું હોય એવું લાગે છે. જેથી ચૂંટણી અધિકારી ની પણ તપાસ થવી જોઈ અને દોષીઓને કાનૂની જોગવાઈ મુજબ દંડ કરવામાં આવે.
5. બંધારણે આપેલ અધિકાર પર આ સીધી તરાપ છે.આ બંધારણી બાબત હોઈ આપ ને હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
