તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
નર્મદા જિલ્લાના વજેરીયા ગામે લઘુમતી અને હિન્દુ કોમ વચ્ચે મારામારીની ઘટનામા સામસામે પોલીસ ફરિયાદ થઈ
ઘટનાને પગલે નર્મદા એસ પી વિશાખા ડબરાલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ગામ ખાતે પહોંચતા હાલ સ્થિતિ શાંતિપૂર્ણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વજેરીયા ગામે ગઈકાલે રાત્રે બનેલી ઘટનાને લઈને બે અલગ અલગ ફરિયાદ નોંધાય છે, પ્રથમ ફરિયાદ માં દશરથસિંહ ઉદેસિંહ ગોહિલની દિકરી તેજસ્વીતાબેન ઉર્ફે રિંકુ જે ખેંચની બિમારીથી મૃત્યુ પામતા તે હનીફભાઇ હુસેનભાઇ મલેકના દિકરા સલીમ હનીફ મલેક નાઓ સાથે પ્રેમ-સંબંધ હતો જેની જાણ તેજસ્વીતાના પિતાને થતા તેમના ભાઈ/ભત્રીજા અને અન્ય જ્ઞાતિ ભાઈઓ સાથે ત્યાં ગયા અને હનીફ ને પૂછતા તેમના દીકરા સલીમ બાબતે સાચી માહિતી નહી જણાવી ગાળા ગાળી કરી તથા ફિરોજમા ઇસબખા સામરા એ હનીફ નું ઉપરાણુ લઇ ગાળા ગાળી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
બીજી ફરિયાદ મા વિગત એવી છે કે હનીફ હુસેનભાઇ મલેક, રહે વજેરીયા કસબા ફળિયું તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા નાઓ ના જણાવ્યા મુજબ તેમના દીકરા સલીમ હનીફ મલેક સાથે દશરથસિંહ ઉદેસિંહ ગોહિલની દીકરી તેજસ્વીતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હોય, તેજસ્વીતા ઉર્ફે રીન્કુને એકાએક ખેંચ આવતા મોત થતા તેમના દીકરા સલીમ સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની રીસ રાખીને સલીમને શોધતા શોધતા તેના ઘરે આવતા ઘરે હાજર મળી નહીં મળતા દશરથસિંહ ઉદેસિંહ ગોહિલે ત્રણેય દીકરાઓને સળગાવી દેવાની ધમકી આપી લાકડી મારી ઇજા કરી જ્યારે અન્ય આરોપીઓ એ ઢીકા પાટુનો માર મારતા છોડાવવા માટે વચ્ચે પડેલ ફરિયાદીની પત્નિ નૂરજહાં બીબીને આરોપીઓ ધક્કા મુક્કી કરી જમીન પર નીચે પાડી દેતા કરિયાદીએ પોતાની પત્નીને નહીં મારવા માટે જણાવતા આરોપીઓ ફરિયાદ ઘર એમાંથી ઢસડીને બહાર લઈ આવી સુવડાવી દઈ સળગાવી દેવાની ધમકી આપતા ફરિયાદી અને સાહેદને બચાવવા માટે વચ્ચે પડેલ ફિરોજખા ઇસબબા સામરાને તમારા શું સગા થાય છે તેમ કહી ગાળા ગાળી કરી હતી.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
