તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
આગામી ત્રણ કલાક માટે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ સહિત 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી
આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા

અમદાવાદ :રાજ્યમાં માવઠાનો માહોલ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ સહિત 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે, આ ઘટાડા બાદ તાપમાન સ્થિર રહેશે.
આજે સાંજે 7 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હળવા ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની મહત્તમ સપાટીની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર, પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ ઘટાડા બાદ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં અને તાપમાન સ્થિર રહે તેવી શક્યતા છે, જેના પગલે લોકોને થોડી ઠંડકનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 37.4 ડિગ્રી, મહુવામાં 36.9, રાજકોટમાં 36.3, ભુજમાં 36, કેશોદમાં 35.4, અમરેલીમાં 35.3, સુરેન્દ્રનગરમાં 35.3, ડીસામાં 34.8, કંડલા પોર્ટમાં 34.5, પોરબંદરમાં 34.4, વલ્લભ વિદ્યાનગરમાં 34.3, અમદાવાદમાં 34.2, વડોદરામાં 33.6, ગાંધીનગરમાં 33.5, નલિયામાં 33.5, ભાવનગરમાં 33.4, વેરાવળમાં 30.4, ઓખામાં 29.8, દ્વારકામાં 28.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 17, ડીસામાં 17.4, કેશોદમાં 17.5, ગાંધીનગરમાં 18.5, વલ્લભ વિદ્યાનગરમાં 19, રાજકોટમાં 19.2, અમરેલીમાં 19.2, મહુવામાં 19.5, કંડલા પોર્ટમાં 19.5, અમદાવાદમાં 19.5, સુરતમાં 19.8, ઓખામાં 20, દ્વારકામાં 20.3, ભુજમાં 20.6, સુરેન્દ્રનગરમાં 21, વડોદરામાં 21, વેરાવળમાં 21.1, ભાવનગરમાં 22.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
