તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
સુરતના ઓલપાડ વિસ્તારમાં સિંચાઈ માટે પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા ખેડૂતો વિફર્યા :હેડ તોડી કેનાલ ખુલ્લી કરી નાખી
સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ખેડૂતોનું ઘર્ષણ પણ થયું: ખેડૂતોની માંગ છે કે પૂરતા પ્રેશર સાથે પાણી આપવામાં આવે,

સુરતના ઓલપાડ વિસ્તારમાં સિંચાઈ માટે પૂરતા પ્રેશરથી પાણી ન મળતા ખેડૂતો વિફર્યા હતા, જ્યાં માઇનોર કેનાલમાં પાણીનો અભાવ રહેતા ખેડૂતોએ કેનાલ પરનો હેડ તોડી તેને ખુલ્લી કરી દીધી હતી. આ દરમિયાન સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ખેડૂતોનું ઘર્ષણ પણ થયું હતું. ખેડૂતોની માંગ છે કે પૂરતા પ્રેશર સાથે પાણી આપવામાં આવે, કારણ કે સિંચાઈના અભાવે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
