<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

અમદાવાદના ઈસનપુર વિસ્તારની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં:શાળાને CBSE બોર્ડમાં કન્વર્ટ કરવાના નિર્ણયથી વિરોધ

વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાના નિર્ણયનો પણ કડક વિરોધ: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં જવા દબાણ કરાતું હોવાનો દાવો

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે, જ્યાં શાળાને CBSE બોર્ડમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાના નિર્ણયનો પણ કડક વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં જવા દબાણ કરાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં ખસેડવા તૈયાર નથી અને તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ને સાથે રાખી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે.

 

(8:51 PM IST)