તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા વિવિધ પ્રભારી પદાધિકારીઓ જાહેર :જાણો કોને કોની નિમણુંક ?
મહિલા મોરચાના પ્રભારી તરીકે પ્રવીણ પટેલની નિમણૂંક, ઓબીસી મોરચાના પ્રભારી ઉપાધ્યક્ષ તરીકે વિનય દેસાઈની પસંદગી,એસટી મોરચાના પ્રભારી તરીકે કોષાધ્યક્ષ તેજસ દેસાઈની નિમણૂંક

અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રભારી પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. શહેર સંગઠનને વધુ સશક્ત બનાવવા અને આવનારા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર લોકસભા ઝોનના પ્રભારી તરીકે દર્શક ઠાકરની નિમણૂંક કરવામાં આવી છે તો પૂર્વ લોકસભા ઝોન પ્રભારીની જવાબદારી ગૌતમ કથીરીયાને સોંપવામાં આવી છે, જ્યારે પશ્ચિમ લોકસભા ઝોન પ્રભારી તરીકે જશુ ઠાકોરને જવાબદારી આપવામાં આવી છે.
મહિલા મોરચાના પ્રભારી તરીકે પ્રવીણ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઓબીસી મોરચાના પ્રભારી ઉપાધ્યક્ષ તરીકે વિનય દેસાઈની પસંદગી થઈ છે. એસટી મોરચાના પ્રભારી તરીકે કોષાધ્યક્ષ તેજસ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે શહેર મંત્રી હેમંત મગરે જવાબદારી સંભાળશે. એસટી મોરચાના પ્રભારી તરીકે ભાવનાબેન નાયકની પણ નિમણૂંક કરવામાં આવી છે.
કિસાન મોરચાના પ્રભારી તરીકે દર્શન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લઘુમતી મોરચાની જવાબદારી હીરા પરમારને આપવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નવી નિયુક્તિઓને પગલે સંગઠન વધુ સક્રિય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
