તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
દાહોદના સિંગવડના પહાડ ગામે રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ
પહેલા હાથના ભાગે બચકા ભર્યા અને ત્યારબાદ માથાના ભાગે બચકા ભરતા બાળક ગંભીર રીતે ઘાયલ

દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. શ્વાન કરડતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. સિંગવડ તાલુકાના પહાડ ગામમાં ઘટના બની હતી શ્વાન 5 વર્ષીય બાળક વનરાજ ગિરિશભાઈ મકવાણાને કરડ્યુ હતું. ઘરની બહાર નીકળતા જ શ્વાને કર્યો બાળક પર હુમલો કર્યો હતો. પહેલા હાથના ભાગે બચકા ભર્યા અને ત્યારબાદ માથાના ભાગે બચકા ભરતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો . બાળકને તાત્કાલિક સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો . ઘટનાને લઈને પરિવાર જનો માં રોષ ફેલાયો છે
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
