તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
ભરૂચમાં ઉનાળાના આગમન પહેલા વરસાદી ઝાપટાઃ પાકમાં નુકશાનની ભીતી
અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકામાં ઝરમર વરસાદે ખેડુતોની ચિંતા વધારીઃ ૩ દિવસ બાદ ફરી વરસાદી માહોલ

ભરૂચ, તા. ર૩ : રાજ્યભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે ભરુચમાં ત્રણ દિવસ બાદ ફરી કાળાડિબાંગ વાદળો અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શકયતા છે.
સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના બીજી તરફ રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ઉત્તર-પヘમિથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે. જોકે, આજે વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિસિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આગામી ૨થી ૩ દિવસોમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયા કિનારાના શહેરોમાં પવનની ગતિ અને તાપમાનમાં થતા ફેરફારને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાન ૧થી ૨ ડિગ્રી જેટલું નીચે જવાની શકયતા છે, જોકે ત્યાં આ ફેરફાર ખૂબ જ સામાન્ય રહેશે.
રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં હાલમાં ૩૪.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં ૩૩.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો ૩૪થી ૩૫ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે, જ્યારે ગાંધીનગરમાં ૩૩થી ૩૪ ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે.
હાલમાં ગુજરાત પર ઉત્તર-પヘમિથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે. જેને કારણે રાજ્યમાં વરસાદની કોઈ જ શકયતા નથી અને ખેડૂતો માટે પણ આ સૂકું વાતાવરણ રાહતરૂપ સાબિત થઈ શકે છે.
રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે ધીમે શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.
વરસાદની આગાહી
ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી કલાકોમાં હવામાનમાં ઝડપી ફેરફાર થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે સવારે ૧૧ વાગ્યા સુધી માટે પાંચ જિલ્લાઓમાં નાઉકાસ્ટ જાહેર કર્યું છે. તેમાં સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં કમોસમી વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ અચાનક વરસાદ પાકને અસર કરી શકે છે. ખાસ કરીને કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ તરફ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પヘમિ દિશાથી આવતી ભેજયુક્ત પવન અને વાતાવરણમાં સર્જાયેલા દબાણના ફેરફારને કારણે આ પરિસ્થિતિ ભી થઈ છે. આગામી ૨૪ કલાક સુધી વાતાવરણ અસ્થિર રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને વીજળી-ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની તાજી અપડેટ પર નજર રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે અમદાવાદમાં સીઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી વધુ નોંધાયું છે અને રાત્રિનું લઘુત્તમ તાપમાન ૧૮.૨ ડિગ્રી રહ્યું છે, જ્યારે આગામી અઠવાડિયા સુધી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો માહોલ રહેવાની શકયતા છે; રાજ્યના ૭ શહેરોમાં પારો ૩૫ ડિગ્રીથી ઉપર રહ્યો છે જેમાં રાજકોટ અને અમરેલીમાં ૩૫.૯ ડિગ્રી, અમદાવાદ અને સુરતમાં ૩૫.૪ ડિગ્રી તેમજ વડોદરા અને ભુજમાં ૩૫.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. હવામાન વિભાગ દ્વારા તેને લઇને આગાહી કરવામાં આવે છે
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
