તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
૪૯ હોસ્પિટલોમાં સરકારી આરોગ્ય સેવા યોજનામાં ગેરરીતિની ફરીયાદોઃ હજુ ર૯ સામે તપાસ બાકી
કોઇપણ હોસ્પિટલ સામે ફરીયાદ આવે તો પૂરી તપાસઃ મંત્રી પ્રફુલ પાનસેરિયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૩: આજે પ્રશ્નોત્તરી દરમ્યાન રાજયની હોસ્પિટલમાં થતા કૌભાંડ અંગે વિપક્ષના અમીત ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજયની સરકારી હોસ્પિટલમાં થતા કૌભાંડો અંગે અમારા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમ્યાન રાજયની હોસ્પિટલોમાં ઓપરેશન અને અન્ય થતી ગેરરીતી અંગે ૪૯ હોસ્પિટલોમાં ફરિયાદો મળી હતી જેમાં આજની તારીખે ર૦ હોસ્પિટલોમાં પી.એમ. જેની કામગીરી તપાસ કરી ચાલુ કરવાની પરવાનગી આપી છે જે હોસ્પિટલોએ સરકારના નિયમોની પૂર્તતા કરી છે.
હવે ર૯ હોસ્પિટલો બાકી રહી છે આ હોસ્પિટલો નિયમોનું પાલન કરશે ત્યારે તેને ચકાસણી કર્યા બાદ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે. આમ છતાં કોઇ ફરિયાદો મળશે તો તેની પુરી તપાસ કરવામાં આવશે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
