તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
વંદે માતરમ્ રાષ્ટ્રના હૃદયનો ધબકારઃ ભૂપેન્દ્રભાઇ
રાષ્ટ્રીય એકતાને અખંડ રાખવા કટીબધ્ધ રહીએઃ વિધાનસભામાં મુખ્યમંત્રીનો સંકલ્પ નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ગૌરવપૂર્ણ ઉજવણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૩: વિધાનસભામાં આજે બપોરથી સત્રની આજની કાર્યવાહીનો પ્રારંભ થઇ રહયો છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ કહે છે. માતળભૂમિને દેવી રૂપે આરાધે, તેની પવિત્રતા, સૌંદર્ય, સમળધ્ધિ અને શૌર્યનું કાવ્યાત્મક વર્ણન એટલે ‘વંદે માતરમ'. આજ ગીતનું સંગીતબધ્ધ સ્વરૂપ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે કર્યું. સમય જતાં આ ગીત આપણા સ્વતંત્ર સેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની રહ્યું. શ્રી અરવિંદો ઘોષ, શ્રી બિપિનચંદ્ર પાલ, શ્રી લાલા લજપતરાય સહિત અનેક નામી અનામી ક્રાંતિકારીઓ માટે તે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું. આઝાદીની લડતના સંગ્રામના અંતે આપણો દેશ અંગ્રેજોની હકૂમતમાંથી સ્વતંત્ર થયો અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ દિલ્હીના લાલ કિલ્લા પર લહેરાયો. આ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બનેલ વિરાટ જનસમુદાયે ‘વંદે માતરમ'ના નારા સાથે સ્વતંત્રતાની અભિવ્યક્તિ અને ઉલ્લાસ વ્યક્ત કર્યો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે સને ૧૯૫૦માં ‘વંદે માતરમ'ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો. આ ગીત આજે આપણા રાષ્ટ્રના હૃદયનો ધબકાર બની ચૂકયું છે.
સને ૧૮૭૫ માં લખાયેલા ‘વંદે માતરમ' ગાનને ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. આપણા દૂરંદેશી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સદરહુ ક્ષણોની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. વૈદિક વિચારસરણીને કારણે રાષ્ટ્ર આરાધનાનો મંત્ર બનેલુ ‘વંદે માતરમ' ગીત ‘મા' ભારતી માટે સમર્પિત રહી દેશવાસીઓને આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ પુરું પાડે છે. ‘વંદે માતરમ' એવો ક્રાંતિકારી મંત્ર છે જેનો ઉચ્ચારણ કરતા જ સૌ ભારતીયોના હૃદયના તાર રણઝણી ઉઠે છે. ‘વંદે માતરમ' ગાનના ૧૫૦ વર્ષની ઉજવણીના ગૌરવમય અવસરને આપણે સૌ હૃદયથી વધાવીએ અને નવી ઉર્જા સાથે રાષ્ટ્રીય એક્તાને અખંડ રાખવાનો સૌ સંકલ્પ કરીએ
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
