<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

રાજ્ય સરકારે બે ખાનગી કંપનીઓ સાથે વીજળી ખરીદવા પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા:ગોપાલ ઇટાલિયાના પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીનો જવાબ

વર્ષ 2024માં અદાણી પાસેથી 15,492 મિલિયન યુનિટ વીજળી ખરીદી ₹8,095 કરોડ ચૂકવાયા:વર્ષ 2025માં પ્રોવિઝનલ રીતે ₹7,300 કરોડ ચૂકવી 13,223 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં ગોપાલ ઇટાલિયાના પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે બે ખાનગી કંપનીઓ સાથે વીજળી ખરીદવા પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા, જેમાં Adani Power Limited સાથે 6-2-2007ના રોજ પ્રતિ યુનિટ ₹2.89 દરે 25 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો અને 2-2-2007ના રોજ બિડ-2 મુજબ પ્રતિ યુનિટ ₹2.35 દરે પણ 25 વર્ષનો કરાર થયો હતો, જ્યારે Essar Power સાથે 26-2-2007ના રોજ પ્રતિ યુનિટ ₹2.40 દરે 25 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો

   રાજ્ય સરકારે 25-2-2022ના ઠરાવ દ્વારા બંને કંપનીઓના સુધારા મંજૂર કરી ભાવ વધારો આપ્યો હતો, વર્ષ 2024માં અદાણી પાસેથી 15,492 મિલિયન યુનિટ વીજળી ખરીદી ₹8,095 કરોડ ચૂકવાયા હતા અને વર્ષ 2025માં પ્રોવિઝનલ રીતે ₹7,300 કરોડ ચૂકવી 13,223 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી હોવાનું મંત્રીએ ગૃહમાં જણાવ્યું.

(1:15 PM IST)