તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષાની તૈયારીને આખરી ઓપઃ ૭૩ હજાર શિક્ષકો ઉતરવહીઓનું મૂલ્યાંકન કરશે
પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજરાતના ૪૫૦થી વધુ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા, ઝોન કેન્દ્રમાંથી પરીક્ષા સાહિત્યનું વિતરણ

રાજકોટ, તા..૨૩: તા.૨૬ ફેબ્રુઆરી ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ન્યાયીક માહોલ અને વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે પરીક્ષા આપે તે માટે વિવિધ સ્તરે રાજયક્ક્ષાની વ્યયવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી રહી છે. તેમાં વિવિધ જવાબદારી સોંપવામાં આવી રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષા પૂર્ણ શરૂ થાય તે પહેલા જ ઉતરવહી મૂલ્યાંકને લઇને તૈયારીઓ કરવામાં આવી છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષાની ઉતરવહી તપાસવા માટે ગુજરાતના ૭૩ હજાર શિક્ષકોને મૂલ્યાંકનની જવાબદારી સોંપવામાં આવી છે. ઉતરવહી મૂલ્યાંકન માટે શિક્ષકોને ઓર્ડર ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ હાલ તા.૨૬ ફેબ્રુઆરીની ૧૮ માર્ચ સુધી પરીક્ષા ચાલશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટીકીટ ઇસ્યુ કરવામાં આવી છે.
ગુજરાતમાં ધો. ૧૦-૧૨ની પરીક્ષા માટે ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત રાજયના ૪૫૦થી વધુ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર ૩૦ મુખ્ય વિષયો મળી કુલ ૧૧૯ વિષયોની ઉતરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ધો. ૧૦માં ૩૭હજાર ધો. ૧૨સામાન્ય પ્રવાહમાં ૨૭ હજાર અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯ હજાર શિક્ષકોને ઉતરવહી મૂલ્યાંકન માટે ઓર્ડર આપવામાં આવ્યા છે.
ધો. ૧૦ની પરીર્ક્ષામાં ગુજરાતના ૮૭ ઝોનમાં ૯,૦૭,૧૭૫, પરીર્ર્ક્ષીઓ નોંધ્યા છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૧,૨૮૬ પરીર્ક્ષાઓ નોંધાયો છે. જેમં ૪,૩૭,૨૭૯, નિયમીત ૧૫૮૧૩ ખાનગી અને ૭૯૭૩ રીપીટ પરીક્ષાર્થી નોંધાયો છે.
જયારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧,૧૮,૨૬૩, વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. ૧,૧૧,૨૯૪ નિયમીત અને ૭૬૯૦ રીપીટ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
