તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
શ્રી એમ.બી વિદ્યાલય, તિલકવાડા. શાળામાં સાયન્સ ફેર માં 25 જેટલા પ્રોજેક્ટ બાળકો દ્વારા રજૂ કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી એમ.બી વિદ્યાલય, તિલકવાડા. શાળામાં સાયન્સ ફેરમાં 25 જેટલા પ્રોજેક્ટ બાળકોએ રજૂ કરતા હતા.નર્સરી શિશુવિહાર,અને ધોરણ 1 થી 8 ના તમામ બાળકોએ સાયન્સ ફેરમાં ભાગ લઈ વિવિધ પ્રોજેક્ટમાં વોકલ ફોર લોકલ, મેથ્સ પાર્ક, હેલ્ધી ફૂડ, ગુડ મેનર્સ, ટ્રાફિક, ઇન્ડિયન કરન્સી, જનરલ નોલેજ, મેજરમેન્ટ પાર્ક, સાઇબર ક્રાઈમ અવેરનેસ, આયુર્વેદિક ખજાનો, શરીર સ્વસ્થ રાખવાની ટિપ્સ. જેવા પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા.
ઇક્ષિતા સીનોરા સાયન્સ ફેર કન્વીનર જણાવ્યું કે આવા પ્રોજેક્ટ દ્વારા બાળકોનો સાયન્સ પ્રત્યેનો અભિગમ બદલાશે અને સમાજને ચોક્કસ સારો મેસેજ પાસ થશે. આજના પ્રવર્તમાન યુગમાં નીત નવીન આવિષ્કારથી સમાજને મળતા સારા પરિણામો અને તેનાથી થતી વિપરીત અસરોની બાળકોએ સુંદર રજૂઆત કરી છે. ત્યારે સર્વે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાલીઓ તરફથી સારા પ્રતિભાવ અમને વધુ કાર્યક્ષમ બનાવશે એ આશા રાખું છું.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
