<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

રાજપીપળામાં ઘણા સમય પહેલા શરૂ થયેલી ગેસ લાઇનનું કામ ધીમીગતિએ ચાલતા લોકો હેરાન

ગેસ લાઇન અમુક જ વિસ્તારોમાં નંખાઈ અને ઘણા વિસ્તારોમાં કામગીરી બાકી:સરકાર દ્વારા અનેક વિકાસના કામો મંજૂર કરાઇ છે પરંતુ જે તે એજન્સીની લાલીયાવાડીમાં કામ અધૂરા રહી જાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનની કામગીરી શરૂ થઈ, સરકારે વિકાસના કામોને મંજૂરી આપી એ સારી બાબત છે પરંતું ગેસ લાઇનની કામગીરી ધીમીગતિએ ચાલતા લોકોમાં ભારે અસમંજસ જોવા મળી છે.

   રાજપીપળા શહેરમાં ઘણા વિકાસના કામો થઈ રહ્યા છે અને હજુ નવા કામો આવનાર છે પરંતુ ગેસ લાઇનની ચાલુ થયેલી કામગીરી અમુક જ વિસ્તારમાં થયા બાદ ઘણા વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી બાકી છે અને એ માટે બાકીના વિસ્તારોમા ગેસ લાઇન ક્યારે નંખાશે એ કહેવું મુશ્કેલ છે. કેમ કે ગોકળગાયની ગતિ એ આ કામગીરી થઈ રહી છે.
   રાજપીપળાના દરબાર રોડ પર લાંબા સમય પહેલા કામગીરી ચાલુ થઈ હતી જેમાં અમુક કનેક્શન ચાલુ થયા બાદ અમુક વિસ્તારમાં હજુ કોઈ કામગીરી થઈ નથી ત્યારે સરકારે સોંપેલી આ કામગીરી જે તે એજન્સી એ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોવા છતાં આ એજન્સી દ્વારા ગોકળગાયની ગતિ એ થતી કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. એજન્સી લાઈનો નાખવામાંમાં જ જો આળસ ખંભેરતી નથી તો આખા રાજપીપળામાં ગેસ લાઇન ચાલુ થયા બાદ અમુક વર્ષો ની જવાબદારી કઈ રીતે નિભાવશે. ? તેવા સવાલ હાલ શહેરમાં ચર્ચાઈ રહ્યા છે. આ બાબતે સરકારના લાગતા વળગતા અધિકારીઓ આ એજન્સીને કડક સૂચના આપી કામગીરી પૂર્ણ કરાવે તેવી લોકલાગણી છે

(9:45 AM IST)