<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ઢોલાર ગામની સીમમાં દીવેલાના ખેતરમાંથી ૯૧,૫૮૪ નો પ્રોહી.મુદ્દામાલ ઝડપી પાડતી આમલેથા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશાખા ડભરાલ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સુચનાથી આર.બી.દેવધા નાયબ પોલીસ અધિ. રાજપીપળા ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી પ્રોહીબીશનના કેસો કરવા કડક સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર એન.આર.ગોહેલ આમલેથા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ. આઇ. બાબુભાઇ બચુભાઇ બ.નં.૬૯૦ આમલેથા પોલીસ સ્ટેશન નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ઢોલાર ગામના સંદીપભાઈ નરેશભાઇ વસાવાનાઓના દિવેલા વાળા ખેતર માંથી ગે.કા.નો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ક્વાટરીયા નંગ-૪૭૭ રૂ. ૯૧, ૫૮૪/-નો પ્રોહી. મદ્દામાલ ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૉન્ટેડ આરોપી :- (૧) સંદીપભાઇ નરેશભાઇ વસાવા( રહે.ઢોલાર તા.નાદોદ જી.નર્મદા)

(9:44 AM IST)