તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
SMC પીએસઆઈ જે.એચ. સિસોદિયાની ટીમનો કપડવંજમાં સપાટો : ૮.૬૦ લાખના દારૂ સાથે મહેન્દ્રસિંહ રાઠોડ, વિશ્રામ ગઢા અને વોન્ટેડ શંભુસિંહ રાઠોડ ઝડપાયા : જુઓ વિડીયો
માહોર નદીના પુલ પરથી ૧૪૭૦ બોટલ વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ : રાજસ્થાનના રામસિંહ રાજપૂત અને બાપુ સહિત નડિયાદના રિસીવરને એસએમસીએ વોન્ટેડ જાહેર કર્યા

ખેડા:સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસએમસીના પીએસઆઈ જે.એચ. સિસોદિયા અને તેમની ટીમે કપડવંજ પોલીસ સ્ટેશનની હદમાં કપડવંજ-કઠલાલ રોડ પર માહોર નદીના પુલ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલું વાહન ઝડપી પાડ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે લાખોની કિંમતના દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
મુદ્દામાલની વિગત:
પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની કુલ ૧૪૭૦ બોટલો મળી આવી હતી. જેની કુલ વિગતો નીચે મુજબ છે:
* વિદેશી દારૂનો જથ્થો: કિંમત રૂ. ૪,૫૦,૧૬૦
* વાહન (૦૧ કાર): કિંમત રૂ. ૪,૦૦,૦૦૦
* મોબાઈલ ફોન (૦૨): કિંમત રૂ. ૧૦,૦૦૦
* કુલ મુદ્દામાલ: રૂ. ૮,૬૦,૧૬૦
ધરપકડ કરાયેલા આરોપીઓ:
એસએમસીએ આ કેસમાં ત્રણ શખ્સોને દબોચી લઈ કપડવંજ પોલીસને હવાલે કર્યા છે:
૧. મહેન્દ્રસિંહ ધનસિંહ રાઠોડ (રહે. બસ્સી, તા. સલુમ્બર, રાજસ્થાન)
૨. વિશ્રામ ગોરીલાલ ગઢા (રહે. દેવલ ગઢા ફલા, તા/જિ. ડુંગરપુર, રાજસ્થાન)
૩. શંભુસિંહ જગતસિંહ રાઠોડ (રહે. રાજસ્થાન) – ઉલ્લેખનીય છે કે, આરોપી શંભુસિંહ વર્ષ ૨૦૨૫ થી ચકલાસી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી હતો.
સપ્લાયર અને રિસીવર વોન્ટેડ:
તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો અને નડિયાદ ખાતે પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે:
૧. રામસિંહ રાજપૂત (દારૂ સપ્લાયર, ઉદયપુર, રાજસ્થાન)
૨. બાપુ (સપ્લાયરનો કેશિયર, પિથ સીમરવાડા, ડુંગરપુર)
૩. કારનો માલિક (એન્જિન અને ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ)
૪. નડિયાદનો અજાણ્યો શખ્સ (દારૂ મંગાવનાર રિસીવર)
કડક કાયદાકીય કાર્યવાહી:
આ દરોડામાં ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ ૧૧૧ (સંગઠિત ગુનાખોરી) અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીએસઆઈ જે.એચ. સિસોદિયા દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી ખેડા અને આસપાસના જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
