તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી ૬૨ તોલા સોનું ગાયબ

વડોદરાના વારસીયા રિંગ રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બેંકના લોકરમાં રાખેલું આશરે ૬૨ તોલા સોનું રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે. ગ્રાહક જ્યારે પોતાનું લોકર ઓપરેટ કરવા માટે બેંક પહોંચ્યા ત્યારે તેમને લોકર ખાલી હોવાનું જણાયું હતું.
લોકરની સુરક્ષામાં ગાબડું પડતા ગ્રાહકના હોશ ઉડી ગયા હતા અને તેમણે તાત્કાલિક બેંક મેનેજર તેમજ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. લોકર તોડવામાં આવ્યું છે કે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ થયો છે, તે અંગે એફએસએલની પણ મદદ લેવામાં આવશે.
બેંકના લોકરની સુરક્ષા ગ્રાહકો માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ વડોદરાની આ ઘટનાએ બેંકિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બેંક સત્તાવાળાઓએ આ મામલે મૌન સેવ્યું છે અને પોલીસ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે. ૬૨ તોલા સોનાની કિંમત લાખો રૂપિયામાં થાય છે, જેને લઈને પીડિત પરિવાર ભારે આઘાતમાં છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
