તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
ગુજરાતના આકાશમાં અસ્થિરતાના વાદળો: 28 ફેબ્રુઆરી સુધી 11 જિલ્લાઓમાં માવઠાની દહેશત, ખેડૂતો ચિંતામાં
પરેશ ગોસ્વામીની મોટી આગાહી: ઉત્તર ભારતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વાતાવરણને ફેરવશે, કાતિલ ઝાકળના કારણે જીરુંના પાક પર જોખમ અને 8 માર્ચથી આકરા ઉનાળાના એંધાણ

રાજકોટ:ગુજરાતમાં શિયાળો વિદાય લેવાના આરે છે ત્યારે હવામાનમાં અચાનક પલટો આવવાની શક્યતાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલી ભેજની પટ્ટી અને ઉત્તર ભારતના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતના 11 જિલ્લાઓમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે આ માવઠું તીવ્ર નહીં હોય, પરંતુ બદલાતી પવનની દિશા અને આકાશમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સૌથી વધુ જોખમ રોકડિયા પાક ગણાતા જીરું પર તોળાઈ રહ્યું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, વરસાદ કરતા પણ ખતરનાક 'હેવી ઝાકળ' (ભારે ધુમ્મસ) નો રાઉન્ડ આવવાનો છે. ખાસ કરીને જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને કચ્છ જેવા વિસ્તારોમાં વહેલી સવારે પડતી ઝાકળ જીરુંના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
તાપમાનની વાત કરીએ તો, ફેબ્રુઆરીના અંત સુધી ગરમીના બદલે ઠંડકનો અનુભવ થશે. સામાન્ય રીતે આ સમયે પારો ઉંચો જતો હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમી વિક્ષેપને કારણે તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી નીચું રહ્યું છે. જોકે, આ રાહત ટૂંકા ગાળાની છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં વાતાવરણ સ્થિર થયા બાદ 8 માર્ચ થી ગુજરાતમાં આકરા ઉનાળાની સત્તાવાર એન્ટ્રી થશે અને સૂર્યનારાયણ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરશે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
