<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ભાદરાના ગ્રામ કલ્યાણ કાર્યક્રમના સફળ આયોજનથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રભાવિત: જામનગર વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી : જુઓ વિડીયો

કલેક્ટર કેતન ઠક્કર અને ઇન્ચાર્જ ડીડીઓ શારદા કાથડના સુચારુ વ્યવસ્થાપનની રાજ્યપાલ દ્વારા સરાહના: આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓને પાઠવ્યા અભિનંદન

જામનગર:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ખાતે તાજેતરમાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણલક્ષી કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ અને ગરિમામય વ્યવસ્થાઓથી રાજ્યપાલ અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમણે જામનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
શ્રેષ્ઠ સંકલન અને ટીમવર્કની પ્રશંસા:
રાજ્યપાલે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડને વિશેષરૂપે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જામનગર વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે જે પ્રકારે પરસ્પર સંકલન જોવા મળ્યું છે, તેના કારણે જ આટલો મોટો કાર્યક્રમ અત્યંત શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થયો છે. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમવર્કની ભાવનાએ રાજ્યપાલનું દિલ જીતી લીધું હતું.
કૃષિ અને ગ્રામીણ વિકાસ પર ભાર:
ખેડૂતો અને જનતાના હિતમાં આયોજિત આ શિબિરમાં પાયાની કામગીરી કરનાર આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓની નિષ્ઠાને પણ રાજ્યપાલે બિરદાવી હતી. તેમણે નોંધ્યું હતું કે, ગ્રામીણ સ્તરે કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા માટે તંત્રની સક્રિયતા પ્રશંસનીય છે. ભાદરા ખાતે જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું તે વહીવટી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
તંત્રને મળ્યું નવું પ્રોત્સાહન:
કાર્યક્રમના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમગ્ર જામનગર વહીવટી તંત્રને પ્રોત્સાહિત કરતા આશા વ્યક્ત કરી હતી કે, ભવિષ્યમાં પણ લોકકલ્યાણના કાર્યોમાં આ જ પ્રકારની સક્રિયતા અને ધગશ જળવાઈ રહેશે. રાજ્યપાલ દ્વારા મળેલા આ પ્રશંસાપત્ર અને અભિનંદનથી જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(10:39 PM IST)