<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

પીએમ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એ.આઇ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો:જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે

કોંગ્રેસ પક્ષ દ્વારા એ આઈ સમિટના વિરોધ પ્રદર્શન અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે.કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસીક અસ્થિરતા પ્રગટ કરે છે.જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એ.આઇ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે.

ભારતનાં યુવાઓનાં સ્વપનાઓને એક નવી ઉંચાઇ મળી છે. સ્ટાર્ટઅપ્સ અને ઇર્મજીંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે.

આવી ઉપલબ્ધી અને આ સમિટથી વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી નહીં શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

   હવે જ્યારે દેશની યુવાશક્તિ માટે વિકાસનાં નવા અવસરો ખુલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઉભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધી મેળવવાનાં ઉદ્દેશ્યથી તેઓ એઆઇ સમિટનો પણ વિરોધ  કરી રહ્યા છે.
 કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માગવી જોઈએ તેમ અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું 

(6:46 PM IST)