<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સુરતના સારોલી પોલીસ સ્ટેશનની ટીમે એક ઇસમને ૧૩.૮૬૮ કી.ગ્રામ ગાંજા સાથે પકડી પાડયો

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓના "NO DRUGS IN SURAT CITY" ના અભીયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ,ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સુચના અન્વયે કામગીરી

સુરત તા.૨૧ : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર નાઓના "NO DRUGS IN SURAT CITY" ના અભીયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ,ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સુચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશ્નર સેકટર-૦૧ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૨ અને મદદનીશ પોલીસ કમિશ્નર “ડી” ડીવીઝન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.વેકરીયા તથા સર્વેલન્સ પો.સ.ઇ. એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. અ.હે.કો. વિપુલસિંહ વનરાજસિંહ બ.નં.૨૨૩૩ તથા અ.પો.કો. વિલેશભાઇ જસવંતભાઇ બ.નં.૨૧૮૮ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, “આજરોજ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રાત્રીના આશરે દોઢેક વાગ્યાની આસપાસ મંગલુ દિવાકર સેઠી નામનો ઇસમ પોતાની પાસેના મિણાયા પ્લાસ્ટીકના કોથળામા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા-સુરત રોડ નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે. જેણે શરીરે મેહેંદી કલરનો ચોકડી વાળો આખી બાયનો શર્ટ તથા નેવી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે" વિગેરે મતલબની બાતમી હકીકત આધારે કડોદરા-સુરત રોડ નિયોલ ચેકપોસ્ટની નજીકમા, સાબરગામ ત્રણ રસ્તા પાસે જાહેરમાંથી આરોપી મંગલુ દિવાકર સેઠી ઉ.વ.૩૬ધંધો-મજુરી રહે-ઘર નં-૨૦૪, કૃષ્ણનગર, દક્ષેશ્વર નગર પાસે, ચીકુવાડી ચાર રસ્તાની બાજુમાં, પાંડેસરા હાઉસીંગ બોર્ડ, સુરત મુળવતન-ગામ-સુનમ સોસાયટી, આસ્કા પોલીસ સ્ટેશનની પાછળ, આસ્કા શહેર, થાના-તા-આસ્કા, જી-ગંજામ (ઓરિસ્સાનાઓને વગર પાસ પરમીટે માદક પદાર્થ ગાંજો જેનુ કુલ ચોખ્ખુ વજન ૧૩.૮૬૮ કી.ગ્રામ જેની કુલ કિં.રૂ.૬,૯૩,૪૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉપરોકત ગાંજાનો જથ્થો આપનાર સંતોષ રહે-પેટ્રોલપંપની જમણી બાજુની ગલીમા, કોદલા શહેર જી-ગંજામ (ઓડીસ્સા) તથા ગાંજાનો જથ્થો માલ મંગાવનાર-રંજન જેના રહે-સુરત જેના પુરા નામ સરનામાની ખબર નથી નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 

      પકડાયેલ આરોપીઓના પુરૂ નામ સરનામું  મંગલુ દિવાકર સેઠી ઉ.વ.૩૬ધંધો-મજુરી રહે-ઘર નં-૨૦૪, કૃષ્ણનગર, દક્ષેશ્વર નગર પાસે, ચીકુવાડી ચાર રસ્તાની બાજુમાં, પાંડેસરા હાઉસીંગ બોર્ડ, સુરત મુળવતન-ગામ-સુનમ સોસાયટી, આસ્કા પોલીસ સ્ટેશનની પાછળ, આસ્કા શહેર, થાના-તા-આસ્કા, જી-ગંજામ (ઓરિસ્સા)પકડવાના બાકી આરોપીનું પુરૂ નામ સરનામુ ગાંજાનો જથ્થો આપનાર- સંતોષ રહે-પેટ્રોલપંપની જમણી બાજુની ગલીમા, કોદલા શહેર જી-ગંજામ (ઓડીસ્સા ગાંજાનો જથ્થો માલ મંગાવનાર- રંજન જેના રહે-સુરત જેના પુરા નામ સરનામાની ખબર નથી

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.વેકરીયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ. એસ.આર.રાણા તથા એ.એસ.આઇ. રમેશભાઇ હરીભાઇ તથા એ.એસ.આઇ. રાધેશ્યામ કિશનભાઈ તથા અ.હે.કો. પ્રવિણભાઇ નરવતભાઇ તથા અ.હે.કો. વિપુલસિંહ વનરાજસિંહ તથા અ.હે.કો. પ્રતાપસિંહ વિજુભા તથા અ.હે.કો. જીતુભાઈ વેલજીભાઈ અ.હે.કો. બળદેવભાઇ ભરતભાઇ તથા અ.હે.કો. પ્રદીપભાઇ ભગવાનભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ કિશોરભાઇ તથા અ.પો.કો. વિલેશભાઇ જસવંતભાઇ તથા અ.પો.કો. ભાવિકભાઇ જગદીશભાઇ તથા અ.લો.ર.વૈભવભાઈ પદમશીભાઈ બ.નં-૪૯૧૯ નાઓએ મળી ટીમવર્કથી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(5:19 PM IST)