તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
રાજ્ય ના ઈન્ચાર્જ પોલીસ વડા ડૉ .કે.એલ.એન રાવને ભુજમાં ગાર્ડ ઓફ ઓનર સાથે આવકાર : બે દિવસના પ્રવાસ દરમ્યાન આજે ભુજ આઈજી ઓફિસે પહોંચ્યા : જુઓ વિડીયો
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર, બનાસકાંઠા એસપી , પાટણ એસપી અને વાવ થરાદ જિલ્લાના એસપી સહિતના ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આજથી સરહદી કચ્છ જિલ્લાની બે દિવસની મુલાકાતે છે. તેઓ આજે ભુજમાં બોર્ડર રેન્જ
આઈજી ઓફીસ ખાતે પહોંચ્યા હતા. અહીં રાજ્ય પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા અંતર્ગત પ્રવાસે છે. આજે પ્રથમ દિવસે ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર, બનાસકાંઠા એસપી , પાટણ એસપી અને વાવ થરાદ જિલ્લાના એસપી સહિત વિવિધ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીંથી તેઓ કચ્છના દરિયાઈ પટ્ટીના સરહદી ગામોની મુલાકાતે જશે. શનિવાર અને રવિવાર એમ બે દિવસના કચ્છ પ્રવાસ દરમ્યાન ડીજીપી ડો. રાવે પોતાની મુલાકાત સંદર્ભે અને કાયદો અને વ્યવસ્થા બાબતે ભુજમાં મીડિયા સાથે વાત કરી હતી.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
