તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
રાજપીપળાના સફેદ ટાવર ખાતે ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા સફેદ ટાવર ખાતે બીજેપી યુવા મોરચાએ વિરોધમાં રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું. યુવા કોંગ્રેસે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. ભારત મંડપમ ખાતે AI અંગે કોંગ્રેસ એ વિરોધ પ્રદર્શનો કર્યા જેને લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળાનું દહન કરવામાં આવ્યું.કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે. ભારત 2047માં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમ મહેન્દ્ર દવે, પ્રમુખ, યુવા મોરચા, ભાજપએ જણાવ્યું હતું.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
