News of Friday, 20th February 2026
દેડિયાપાડાના સોલીયા ગામે મોબાઈલ જોવા બાબતે ઝઘડો કરી પત્નીનું ઢીમ ઢાળી દેતો પતિ

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત વિગતો અનુસાર ચૈતરભાઇ અમરસીંગભાઇ ગૌરી (રહે. સોલીયા,ટેકરા ફળીયુ (સોસાયટી ફળીયુ) તા.ડેડીયાપાડા )નાઓ એ પોલીસ માં આપેલી ફરિયાદ મુજબ તારીખ.૧૯/૦૨/૨૦૨૬ ના રોજ સોલીયાગામે, ટેકરા ફળીયામાં બનેલી ઘટના મા મરનાર લક્ષ્મીબેન વા/ઓફ રામસીંગભાઇ જાતરભાઇ વસાવા( ઉ.વ.આ.૫૦) ના રહેણાંક ઘરમાં તેમના પતિ રામસીંગભાઇ જાતરભાઇ વસાવા એ મોબાઇલ જોવા બાબતે બોલા ચાલી ઝગડો કરી કુહાડી વડે જમણા કાનના ભાગે તથા જમણા કાનની પાછળના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
