તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
ભરૂચના રહાડપોર રોડ પર પોલીસના સ્વાંગમાં રિકવરી એજન્ટે ટુ વ્હીલર સવારને ધમકાવ્યો : હાર્ટ એટેકથી મોત
ટુ વ્હીલર એકટીવાની નંબર પ્લેટ કેમ નથી ? કેમ મળતો નથી ? તેમ કહી દબડાવતા વાહન ચાલક ઢળી પડતા જીવ ગુમાવ્યો

ભરૂચના રહાડપોર રોડ ઉપર નકલી પોલીસના સ્વાંગમાં આવેલા રિકવરી એજન્ટે ટૂ વ્હીલર સવારને ધમકાવતા ગભરામણના કારણે યુવાનનું મોત નિપજ્યું છે. રિકવરી એજન્ટના ત્રાસથી વાહન ચાલકનું હૃદય રોગના હુમલાથી મોત થયું. ટુ વ્હીલર એકટીવાની નંબર પ્લેટ કેમ નથી ? કેમ મળતો નથી ? તેમ કહી દબડાવતા વાહન ચાલક ઢળી પડતા જીવ ગુમાવ્યો હતો. 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા પણ તબીબોએ મૃત ઘોષિત કર્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
