News of Friday, 20th February 2026
ગાંધીનગરના કલોલના છત્રાલ ગામમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને ચોરી કરતી ચાર મહિલાની ટોળકી ઝડપાઈ
મારુતિ જ્વેલર્સમાં એક કિશોરી સહિત ચાર મહિલા દાગીના ખરીદવા બહાને ઘૂસી જવેલર્સ દાગીના બતાવવામાં વ્યસ્ત હતો ત્યાં સોનાની ચૂનીનું પેકેટ સેરવી લીધું

ગાંધીનગરના કલોલના છત્રાલ ગામમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ છે. છત્રાલની મારુતિ જ્વેલર્સમાં એક કિશોરી સહિત ચાર મહિલા દાગીના ખરીદવા બહાને ઘૂસી હતી. જ્યાં જ્વેલર્સ દાગીના બતાવવામાં વ્યસ્ત હતો ત્યાં સોનાની ચૂનીનું પેકેટ સેરવી લીધું હતું.
ઘટનાની જાણ બાદ કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ થઈ હતી. કલોલ પોલીસે તરત જ CCTV ને આધારે મહિલા ચોર ગેંગને કલોલ અંબિકાથી ઝડપી લીધી. હતી. પોલીસે આ મહિલા ગેંગ પાસેથી ચોરી કરેલી સોનાની ચૂનીનું પેકેટ ઝડપીને, મહિલા ગેંગ દ્વારા ભૂતકાળમાં કોઈ ચોરી કરી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી હતી. પકડાયેલ ચારેય મહિલાઓ અમદાવાદના પેલેડિયમ મોલ સામેના બ્રિજ નીચે રહેતી હોવાનું સામે આવ્યું છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
