તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં: રાહુલ ગાંધી ,ખડગે, મુકુલ વાસનિક, કે સી વેણુગોપાલ સાથે બેઠક
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહરચના અંગે બેઠકમાં ચર્ચા: ભવિષ્યના કોંગ્રેસના સંગઠનના કાર્યક્રમો અંગે પણ થઈ વાતચીત

અમદાવાદ : દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઈ હતી. મિશન ગુજરાતને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક અને કે સી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ બેઠકમાં હાજર રહ્યાં હતા. ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહરચના અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યના કોંગ્રેસના સંગઠનના કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
