તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
નરહરિ અમીન માત્ર ક્રિકેટ માટે નહિ ,ઓલમ્પિક માટે છાત્રોને તૈયાર કરી રહ્યા છે : અજય ઉમટ
હીરામણિ શાળામાં ઇનામ વિતરણ પ્રસંગે ઉદ્્બોધન : વેદાંત ત્રિવેદીનું સન્માન

રાજકોટ તા.૧૯: હીરામણી હાયર સેકંડરી સ્કુલનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અજયભાઇ ઉમટ (ગ્રુપ એડીટર)ના મુખ્ય મહેમાનપદે અને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતીમાં સ્કુલ કેમ્પસમાં યોજાયો હતો. ભારતની અન્ડર-૧૯ ક્રિેકટ ટીમમાં સ્થાન પામનાર હિરામણી સ્કુલના વેદાંત ત્રિવેદીનું વિશેષ સન્માન કરાયેલ.
આ ઈનામવિતરણ સમારોહમાં રમત-ગમત, કલાક્ષેત્રે તેમજ વર્ષ દરમિયાન યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાકક્ષાએ, જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય - આંતરાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઓ મેળવનાર ૬૮૬ વિદ્યાર્થીઓને ઈનામો અને પ્રમાણપત્રો આપી પુરસ્કળત કરવામાં આવ્યા હતાં, જેમાં ૧૩ ટ્રોફી, ૩૧૭ ગોલ્ડ મેડલ, ૩૦૪ સિલ્વર મેડલ અને ૫૮ બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવેલ.
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી અજયભાઈ ઉમેટે જણાવ્યું હતું કે, આજના ઈનામ વિતરણ સમારોહના અનુભવથી લાગે છે નરહરિ અમીન સરે માત્ર ક્રિકેટ નહીં પણ ઓલમ્પિક માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે. માત્ર મોટા મેદાનથી નહીં પણ સારું અને સાચું શિક્ષણ આપી એક નવી ઈકો સિસ્ટમ ઊભી કરી છે. ઉમાશંકર જોષીએ કહ્યું કે એક વર્ષનો ફાયદો જોઈતો હોય તો કળષ્ણ કમોદ વાવવી. દસ વર્ષનો ફાયદો જોઈતો હોય તો આંબો વાવવો અને આખી પેઢી તૈયાર કરવી હોય તો તેમાં સારા સંસ્કારનું સિંચન અને વિશિષ્ટ આવડતોને કેળવવી પડે નરહરિ અમીન કેળવણી દ્વારા આવી પેઢી તૈયાર કરી રહ્યાં છે. જ્યાં-જ્યાં હીરામણિના વિદ્યાર્થીઓ જાય છે ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર બને છે, તેવું કહી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ વેદાંત ત્રિવેદી છે.
આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન. મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, જોઈન્ટ સેક્રેટરીશ્રી પંકજભાઈ દેસાઈ, ખજાનચી શ્રીમતી વિજૂલ અમીન, સી.ઈ.ઓ. શ્રી ભગવતભાઈ અમીન, શાળાનાં આચાર્યાશ્રીઓ, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
