તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
કાલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગરના ભાદરા ગામના ‘ગ્રામ કલ્યાણલક્ષી'' પ્રવાસે
સેવા સેતુ, ખેડૂતો સાથે સંવાદ, ખાટલા પરિષદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જમનગર, તા.૧૯: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા. ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાતે પધારનાર છે. આ ગ્રામ કલ્યાણલક્ષી પ્રવાસ દરમિયાન તેઓ પ્રાકળતિક ખેતી, ગ્રામીણ વિકાસ અને લોકસંપર્કના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.
પ્રવાસના પ્રથમ દિવસે, ૨૦ ફેબ્રુઆરીના રોજ ભાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજે ૦૪:૦૦ કલાકથી શ્નસેવા સેતુશ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં રાજ્યપાલશ્રી સેવા સેતુના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે અને કળષિ સખીઓ તેમજ ભાદરા તાલુકાના સરપંચો તથા ખેડૂતો સાથે પ્રાકળતિક ખેતી અંગે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે.
ત્યારબાદ સાંજના સમયે રાજ્યપાલ શ્રી એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત ભાદરા ગામમાં વળક્ષારોપણ કરશે અને ગ્રામ પંચાયત પાસેના પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે અને ત્યારબાદ ગ્રામજનો સાથે ખાટલા પરિષદ યોજી રાત્રિ રોકાણ પણ ગામની પ્રાથમિક શાળામાં જ કરશે.
પ્રવાસના બીજા દિવસે, ૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે રાજ્યપાલ શ્રી ભાદરા ગામ ખાતે પ્રાકળતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે, જ્યાં તેઓ કળષિ પ્રવળત્તિમાં જોડાશે તથા ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
