તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Thursday, 19th February 2026
હવે આવકનું પ્રમાણપત્ર મેળવવું સરળઃ ધક્કા ખાવા નહિં પડે
ગુજરાત સરકારનો નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય :અરજદારે પોતાની આવક અંગે કોઈ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે

અમદાવાદ,તા.૧૯: ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકનું પ્રમાણપત્ર અંગે મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવક પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.
આ નવા સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા અને ભ્રષ્ટાચાર ઘટાડાનો છે. નવા ઠરાવ અનુસાર, અરજદારે પોતાની આવક અંગે કોઈ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે પોતાની આવક અંગે સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે. જો કે, ખોટી માહિતી આપવાના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ નવા ઠરાવ અનુસાર ડિજિટલ ફૂ-સર્ટિફિકેટ સુવિધા સાથે આવકનું પ્રમાણપત્ર હવે ક્યુઆર કોટ અને ડીજીટલ સાઇન્ટ ઈ-સીલ સાથે આપવામાં આવશે. સાથે જ અરજી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે સીંગલ સાઈન-ઓન(એસએસઓ) સિસ્ટમ્સ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા મજબૂત બનશે. એસએસઓ સિસ્ટમથી અરજદાર એક જ જગ્યાથી અનેક સુવિધા મેળવી શકે છે. તેમજ અરજદાર ઓનલાઇન માધ્યમથી અરજી અને ટ્રેકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે.
આ નવી વ્યવસ્થામાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. દરેક અરજીનો ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટશે. આ સાથે જ સમય અને આર્થિક ખર્ચ બચશે અને વહીવટી કામગીરી વધુ પારદર્શી બનશે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
