<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ માટે ખાસ જોગવાઇ

ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ: કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી

ગાંધીનગર : ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 9.50 લાખ ખેડૂતો પાસેથી અંદાજે ₹18,000 કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.

(6:52 PM IST)