<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

બજેટ સત્ર : વિધાનસભામાં સાવચેતીના પગલાંઓ માટે આદેશ છૂટયા

સ્‍કૂલો, કોર્ટોને બોમ્‍બથી ફૂંકી મારી દેશના વિભાજન, મોદીજી અમિતભાઈ નિશાને હોવાના ધમકીભર્યા Email નો પડઘો સ્‍ટાફ અધિકારીઓ માટે પણ આવનજાવન માટે ડોર ફિક્‍સઃ વાહનો માટે પણ નિયંત્રણ લદાયાઃ ભારે ધમધમાટ નાયબ મુખ્‍યમંત્રી દ્વારા મુખ્‍ય પોલીસ વડા ડો. કે . એલ. એન.રાવ સાથે ચર્ચાઃ તમામ પોલીસ કમિશનર સહિત ઉચ્‍ચ અધિકારીઓની જવાબદારી ફિક્‍સ

રાજકોટ, તા.,૧૮ :  અમદાવાદ, વડોદરામાં ૩૬ થી વધુ સ્‍કૂલો ફૂંકી મારવાની ધમકી, ગુજરાતના દહેશત ફેલાવી ગુજરાતના શિક્ષણ તંત્રને છિન્ન ભિન્ન કરવાની ધમકી સાથેના ઇમેઇલ અને ગુજરાતના વિવિધ શહેરોની અદાલતમાં બોંબ ધડાકાની ધમકી પગલે શરૂ થયેલ  વિધાનસભા બજેટ  સત્ર અંતર્ગત  સચિવાલયમાં ફરજ બજાવતા સ્‍ટાફ અધિકારીઓના પ્રવેશ માટે પણ કડક નિયંત્રણો મુકાયા છે.

નાયબ મુખ્‍યમંત્રી અને ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ બાબતે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે એલ એન.રાવ સાથે ચર્ચા કરી હતી, ડો. રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરને તેમના જાત સુપરવિઝન હેઠળ સર્ચ કરી તે અંગેના રિપોર્ટ પોતાને મોકલવા આદેશ આપ્‍યા છે.  અનુભવી પોલીસ અધિકારીઓ આ બાબતને બહુ ગંભીર ગણતા નથી પણ સાવચેતી મામલે કોઈ જોખમ પણ લેવા માંગતા નથી   અત્રે એ યાદ રહે કે E mail માં ભારતનું વિભાજન સહિત મોદીજી અને અમિતભાઈ નિશાને હોવાના ઉલ્લેખ બાદ રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા દ્વારા રાજ્‍યભરના જવાબદાર અધિકારીઓને એલર્ટ કરવા સાથે દરિયાઈ અને સરહદી સુરક્ષા પર ચાંપતી નજરના આદેશ આપ્‍યાનું સૂત્રો જણાવે છે.

સચિવાલય સ્‍ટાફ અધિકારીઓના આગમન, ગમન બાબતે નાયબ સચિવ દ્વારા જે આદેશ થયા છે તે આ મુજબ છે

(માત્ર એક કલાક પૂરતો) સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ ઓળખ-કાર્ડના આધારે પગપાળા સચિવાલય પરિસરમાં પ્રવેશ કરી શકશે. ૨. (ગેટ નં.૬ અને ગેટ નં.૭ની જેમ) ગેટ નં.૮ પરથી સાંજે ૦૫.૪૫ થી ૦૬.૪૫ દરમિયાન (માત્ર એક કલાક પૂરતો) સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ પગપાળા સંકુલમાંથી બહાર જઈ શકશે.

૩. આ ગેટનો ઉપયોગ ફકત પગપાળા આવજા કરવા માટે છે જેથી આ ગેટનો ઉપયોગ વાહનોની આવનજાવન માટે પ્રતિબંધિત રહેશે. 

 

(4:38 PM IST)