તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતાની દાદાગીરી : ‘કોર્પોરેટર’ તરીકે ઓળખ આપી અધિકારીઓને ધમકાવી નાખ્યા
ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલા અધિકારીઓને પિતાએ કોઈ બાંધકામ તોડવાની જરૂર નથી એમ કહી ખખડાવ્યા અને જો કોઈ બાંધકામ તોડશે તો લોકો આપઘાત કરશે.એવી ચીમકી આપી

અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતાની દાદાગીરીના ઘટના સામે આવી છે. પોતાના જાતને ‘કોર્પોરેટર’ તરીકે ઓળખ આપી અધિકારીઓને ધમકાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સર્વોદયનગરમાં ગટરલાઈન પર બનેલા ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલા અધિકારીઓને પિતાએ કહ્યું કે કોઈ બાંધકામ તોડવાની જરૂર નથી અને તેમને ખખડાવ્યા. કોર્પોરેટર તરીકે રોફ જમાવતા ‘કોર્પોરેટર પિતા’નો વીડિયો વાયરલ થયો છે. તે સાથે જ પિતાએ ચીમકી આપી હતી કે જો કોઈ બાંધકામ તોડશે તો લોકો આપઘાત કરશે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
