<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો : આકાશમાં ઘેરા વાદળો છવાયા : માવઠું થવાની શક્યતા

જો માવઠું પડે તો ખાસ કરીને ઘઉંના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી

અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો માવઠું પડે તો ખાસ કરીને ઘઉંના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેમના જીવ તાળવે ચોંટ્યા છે.

(11:43 AM IST)