<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સુરતના સરથાણાની એપલ સ્કવેર સોસાયટીના પરિસરમાં ખુલ્લેઆમ ગાંજાનું સેવન !:ચકચાર

જાગૃત નાગરિકે વિડિઓ બનાવ્યો : પોલીસે કાર્યવાહી હાથ ધરી:ગાંજાનું સેવન કરતા યુવક પાસે માફી મંગાવી

સુરતના સરથાણાની એપલ સ્કવેર સોસાયટીના પરિસરમાં ખુલ્લેઆમ ગાંજાનું સેવન થતું જોવા મળ્યું હતું. કેટલાંક યુવાનો ગાંજાની ચિલમ બનાવી નશો કરતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો , જે વાયરલ થતાં સરથાણા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે. ગાંજાનું સેવન કરનાર શખ્સની ધરપકડ કરી મગાવી માફી મેળવી લેવામાં આવી છે. આરોપીએ કબૂલાત કરી કે ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવ્યો હતો. તંત્રને બાહેંધરી આપી કે હવે આવું કૃત્ય ફરી નહીં થાય.

(11:40 AM IST)