તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
અમદાવાદ ના ઓઢવમાં વર્ષો જૂના જમીનના સોદાને લઈને વિવાદમાં વૃદ્ધનુ ફિલ્મી ઢબે અપહરણ કરી માર માર્યો : ત્રણ શખ્શો સામે ફરિયાદ
વર્ષો પહેલા આપેલી જમીનનો દસ્તાવેજ ન કરી આપવા જેવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ એક વૃદ્ધનું અપહરણ કરી તેમને માર મારતા પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષો જૂના જમીનના સોદાને લઈને ચાલી રહેલી અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષો પહેલા આપેલી જમીનનો દસ્તાવેજ ન કરી આપવા જેવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ એક વૃદ્ધનું અપહરણ કરી તેમને માર મારતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ફરિયાદી વૃદ્ધે વર્ષો પહેલા આરોપીઓને એક જમીન આપી હતી. જોકે, કોઈ કારણોસર આ જમીનના દસ્તાવેજની પ્રક્રિયા બાકી હતી.
દસ્તાવેજ કરી આપવા બાબતે આરોપીઓ સતત દબાણ કરી રહ્યા હતા. આ વિવાદ એટલો વકર્યો કે આરોપીઓએ વૃદ્ધનું અપહરણ કર્યું અને તેમને અવાવરું જગ્યાએ લઈ જઈ લાકડીઓ વડે બેરહેમ માર માર્યો હતો. વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભોગ બનનારના પરિવારની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે 3 આરોપીઓ સામે અપહરણ અને મારપીટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
