તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
રાજપીપળા એસટી ડેપોમાં પાણીની પરબ પર મૂકેલું કૂલર એક વર્ષથી બંધ : હાલમાં મોટર પણ બગડી
બે દિવસથી મોટર બગડતા મુસાફરોને પાણી પીવાની મુશ્કેલી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા રાજપીપળા એસટી ડેપોમાં અવાર નવાર કોઈકને કોઈક સમસ્યા સામે આવતાં મુસાફરો અને સ્ટાફને તકલીફમાંથી પસાર થવું પડે છે, છેલ્લા એકાદ વર્ષથી આ ડેપો ની પાણીની પરબ પર મૂકેલું કૂલર બગડેલું છે ત્યારે હાલમાં પરબ પરની પાણી ભરતી મોટર બગડતા પરબના નળમાં પાણી નહીં આવતા મુસાફરો તકલીફમા મુકાયા છે.
મળતી વિગતો મુજબ રાજપીપળા એસટી ડેપો કે જે જિલ્લાનું મોટું ડેપો છે, શિયાળા હવે વિદાય લઈ રહ્યો છે અને ચારેક દિવસથી ઉનાળાની અસર જણાય છે તેવામાં ડેપોની પરબ ઉપર ચાલતી પાણીની પરબ પર મોટર બગડતા પાણી બંધ થયું છે, જોકે આ પરબ પર મૂકેલું કૂલર એકાદ વર્ષથી બંધ હોય ગરમી સમયે સ્ટાફ અને મુસાફરોને ઠંડુ પાણી મળતું નથી તો ડેપો સંચાલકો કેમ આવી બાબતે ધ્યાન આપતા નથી. ? જિલ્લાના મોટા ડેપોમાં જ જો આવી લાલીયાવાડી જોવા મળે તો અન્ય ડેપોની શું હાલત હશે..? ભરૂચ ડિવિઝનમા આવતા આ ડેપો માટે ઉપરી અધિકારીઓ ધ્યાન આપી યોગ્ય કામગીરી કરાવે તેવી માંગ છે
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
