<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

વંઢ ગામના સ્ટેન્ડ પાસે ઊભેલી ટ્રકમાં પાછળથી બાઇક ઘુસી જતા ચાલકનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં છેલ્લા દોઢેક.મહિનામાં વીસેક લોકોના અકસ્માતમાં મોત થવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હોય જે ઘણી ગંભીર બાબત કહી શકાય
     પ્રાપ્ત માહિતી મુજબ સોમાભાઇ ઝવેરભાઇ બારીયા (ઉ.વ.૫૬ ) ધંધો-ખેતી( રહે.ગોલાતલાવડી ગામ (મંદીર ફળીયુ) તા.તિલકવાડા )એ આપેલી ફરિયાદ મુજબ મો.સા.ચાલક તેમના દીકરા સુરેશભાઇ સોમાભાઇ બારીયા ઉ.વ.૨૫ રહે. ગોલાતલાવડી નાઓએ પોતાના કબજાની બજાજ કંપનીની ડીસ્કવર મો.સા. રજી નં.GJ-06-FA-9063ની પુર ઝડપે હંકારી લાવતા વંઢ ગામના સ્ટેન્ડની પાસે દેવલીયાથી તિલકવાડા તરફના રોડ ઉપર આવતા રોડની બાજુમાં ઉભેલ એક અશોકલેલન હાઇવા ટ્રક નં.GJ-17-XX-1409 ની પાછળના ભાગે અથડતા પોતાને માથાના કપાળના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી ગુન્હો કરતા તિલકવાડા પોલીસે બાઇક ચાલક સુરેશભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:25 PM IST)