<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

મીયુલ એકાઉન્‍ટ્‍સ દ્વારા ૧૮૨ કરોડના સાયબર ફ્રોડના માસ્‍ટર માઈન્‍ડ સહિત ૪ કચ્‍છ પૂર્વ પોલીસના સકંજામાં

બોર્ડર ig ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં કૌભાંડના તાર જેમની ટીમે ખોલ્‍યા તેવા નેતૃત્‍વ વડા એસપી સાગર બાગમાર અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કથા વર્ણવે છે

રાજકોટ, તા.,૧૭ :  સમગ્ર દેશના વિવિધ રાજ્‍યોમાં મ્‍યૂલ બેક ખાતાઓ દ્વારા ૧૮૨ કરોડથી વધુ કૌભાંડના આરોપી બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ કરછ પૂર્વ પોલીસ દ્વાર પર્દાફાશ કરી મુખ્‍ય સૂત્રધાર સહિતના  આરોપીઓને ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છ.

લાલચ આપી તેમના નામે ગાંધીધામ તથા આદિપુર ખાતે દુકાનો ભાડે રાખી તે દુકાનોમાં બેંક એકાઉન્‍ટ ધારકોની જાણ બહાર તેમને પ્રોપરાઈટર બનાવી તેમના નામે પેઢીઓ ઉભી કરવા આરોપી ટેક્ષ કેચલર્ટટ મારફતે ઉધ્‍યમ રજીસ્‍ટ્રેશન કરાવી પેઢીઓના નામે ખોટા ઈનવોઈસ બીલો બનાવી બેંક એકાઉન્‍ટની કિટો તથા નવા મોબાઈલ સિમકાર્ડ મેળવી પોતાની પાસે રાખી પેઢીના નામે બેક એકાઉન્‍ટો ખોલાવી એક બીજા સાથે મળી શેવિંગ તથા કરંટ બેંક એકાઉન્‍ટો ખોલાવવા માટે ખાતા ધારકોને વિશ્વાસમાં લઈ દુકાનો ભાડે રખાવી તેમા અમુકના સેલ એગ્રિમેન્‍ટ કરાવી અમુકના સેલ એગ્રિમેન્‍ટ ન કરાવી તમામ આરોપીઓએ એક બીજાના મેળાપીપણાથી એજન્‍ટ તરીકેની કમિશનો મેળવી તમામ બેંક એકાઉન્‍ટો ફોડ કરનાર લોકો જે ઇન્‍ટરનેટના માધ્‍યમથી ભારતભરમાં ઠગાઇ કરી સાયબર કાઈમના ગુન્‍ડા આચરે છે તથા ગેર કાયદેશર રીતે નાણાકીય હેરાફેરી કરતા તેમના સાગરીતોને પુરા પાડી તેઓની પારોથી દરેક બેંક એકાઉન્‍ટ દીઠ જુદી જુદી રકમનું કમિશન રાખી એક જગ્‍યાથી બીજી જગ્‍યાએ પૈસા મોકલવા માટે બ્રોકર કે કમિશન એજન્‍ટ તરીકે કામ કરી કમિશનો મેળવી એકબીજાની મદદગારી કરી હાલ સુધીમાં મળેલ કુલ-૮૧ બેંક એકાઉન્‍ટોમાં રૂા.૧૮૨,૩૭,૫૮,૮૬૨/-(એકસો બ્‍યાસી કરોડ સાડત્રીસ લાખ અણરાઠ હજાર આઠસો બ્‍યાસી) જમા કરાવડાવી તે પૈસા માથી રૂ.૫૦૦૫૩૨/- ચેક મારફતે આરોપીઓ એ ઉપડાવી ફોડની રકમ છે તેમ જાણવા છતા પોતાની પાસે રાખી, તેમજ એચ.ડી.એફ.સી.બેંક તથા એડિસસ બેંક તથા સાઉથ ઈન્‍ડીયન બેંક તથા જાના બેંક તથા યશ બેક માંથી પાનકાર્ડ અને આધારકાર્ડ ઉપરથી કોઈ એકાઉન્‍ટ ઓપન થયેલ હોય જે તમામ બેંક એકાઉન્‍ટને સમનવય પોર્ટલ ઉપર સાયબર ફ્રોડની કમ્‍પલેન છે કે કેમ? તે ચેક કરવા સર્ચ કરેલ તેમ કચ્‍છ પૂર્વ એસપી સાગર બાગમાર દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

 આ મળેલ એકાઉન્‍ટોમાં કુલ-૭૪ જેટલી સાયબર ફોડની ફરીયાદ આખા ભારતમાં થયેલ હોવાનું જણાવેલ જેથી ઉંડાણપુર્વક તપાસ દરમ્‍યાન ઉપરોક્‍ત ખોલાવેલ પેઢીઓ કોના નામે છે તે બૈડમાં તપાસ કરતા બધી પેઢીઓ રાપર, આડેસર,ભુજ તથા વાંકાનેર ના વ્‍યક્‍તિઓના નામે જણાવેલ જેથી બેંકમાં જેના નામે પેઢી ખુલેલ હતી તેમની તપાસ દ૨મ્‍યાન જણાયેલ કે તે પેઢી ધારક વ્‍યક્‍તિઓને આ વિદ્યશે ખબર જ નથી તેમના નામે ખોટી પેઢી ઉભી કરી કરંટ બેન્‍ક એકાઉન્‍ટો ખોલાવેલ અને ભારતભરના વેસ્‍ટ બંગાળ, મુંબાઈ તથા તમીલનાડુ,દિલ્‍હી, હરીયાણા ઉતરપ્રદેશ કર્ણાટક,રાજસ્‍થાન, પંજાબ, ઉતરાખંડ બિહાર,તેલંગણા વિગેરે રાજ્‍યોમાં હોડ કરનાર લોકો સુધી પહોંચાડવાનું સુઆયોજીત રીતે નેટવર્ક ચલાવતા હતા.સાયબર ફ્રોડની ઓનલાઈન રામનવય પોર્ટલ ઉપર કુલ-૭જ ફરીયાદોની રકમની છેતરપિંડી કરી તથા અન્‍ય ગેરકાયદેસર રીતે રકમ એકાઉન્‍ટોમાં જમા કરવડાવી ગુનાને અંજામ આપેલ છે.

જેથી આ ડામે સાયબર ડાઈમ પોલીસ સ્‍ટેશની ટીમ દ્વારા હ્યુગંનસોર્સ તથા ટેડનીડલ સર્વેલન્‍સના આધારે આરોપીને પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પડડાયેલ આરોપીનું નામ (૧)યશ મુલચંદભાઈ ભાટીયા ઉ.વ.૨૭ રહે.પ્‍લોટ નં.૧૧૮, ૧૧૯, વોર્ડ ૪ બી એસ.ડી.એચ.-૧ આદિપુર તા.ગાંધીધામ કચ્‍છ (૨) સિધ્‍ધાર્થ સુનિલભાઈ સોની ઉ.વ.૩૪ રહે.પ્‍લોટ નં ૧૪૦ રાજવીનગર ગળપાદર ગાંધીધામ કચ્‍છ (૩) સાહિલ દિનેશભાઈ શર્મા ઉ.વ.૨૬ ધંધો રીયલ સ્‍ટેટ રહે.પ્‍લોટ નં.૧૬૧ વોર્ડ ૩ એ આદિપુર તા.ગાંધીધામ કચ્‍છ (૪) અલ્‍પેશ સુરેશભાઈ લુહાર ઉ.વ.૪૦ ધંધો.ટેકસ કન્‍સટલ અને પ્રા.નોડરી રહે.પ્‍લોટ નં ૮૯ કેશરનગર ૧ આદિપુર તા.ગાંધીધામ કચ્‍છ પોલીસ પકડથી દુર આરોપીઓના નામ : (૧) ઈશુભા મંગુભા જાડેજા રહે.રાપર (૨) વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા બાલુભા જાડેજા રહે. મોટી રવ તા.રાપર. (૩)વિજય રાણા રહે આદિપુર (૪) હાર્દિક હરેશભાઈ રાજગોર રહે.સણવા તા.રાપર કબ્‍જે કરેલ મુદ્દામાલઃラ(૧) મોબાઈલ ફોન નંગ-૫ કિ.૪૫૦૦૦-રૂ

આ કામગીરીમાં પોલીસ ઇન્‍સપેક્‍ટરથી એન.એન.ચુડાસમા એલ.સી.બી તથા પોલીસ ઇન્‍સપેક્‍ટરથી ડી.જી.પટેલ,તથા પો.સબ.ઈન્‍સ એચ.બી.ડોવાડીયા તથા સ્‍ટાફ નાઓ જોડાયેલ હતા.

(4:07 PM IST)