તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
સુરત શહેર કાપોદ્રા વિસ્તારમાં ભોગ બનનારને શોધી કાઢી આરોપીને પકડી પાડતી સુરત શહેર એન્ટી હ્યુમન ટ્રાફિંકીંગ યુનીટ
પોલીસ કમિશનર સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર કાઇમ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની આગેવાનીમાં કાર્યવાહી

સુરત તા.૧૭ : પોલીસ કમિશનર . સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર કાઇમ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર A.H.T.U. ક્રાઇમ નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં અપહરણના ગુન્હાઓમાં ભોગ બનનારને શોધી કાઢી, આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ A.H.T.U.ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે.સોલંકી તથા તેમની ટીમના માણસોને સુચના આપવામાં આવેલ હતી.
ઉપરોક્ત સુચના અંતર્ગત કાપોદ્રા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૨૨૫૦૭૨૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૩૭(૨) મુજબના મુજબનો ગુન્હો તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ દાખલ થયેલ છે.જે ગુન્હાની તપાસ એ.એચ.ટી.યુ. ખાતે તા.૨૭/૧૦/૨૦૨૫ના રોજથી ચાલતી હતી. જે ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનારને તથા સુંદર ભીખાભાઇ ભારોળીયા (દેવીપુજક) ઉં.વ.૩૫ રહેવાસી-મુળ ગામ-રાજુલા મોફતપુર, વડલી રોડ તા-રાજુલા,જીલ્લો અમરેલી અપહરણ કરી લઈ ગયેલ હોવાની ખાત્રી થયેલ જે આરોપીનુ નામદાર કોર્ટમાંથી B.N.N.S. 72 મુજબનુ પકડ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે.સોલંકી નાઓએ તેમની ટીમના માણસોને ગુન્હાના કામની ભોગ બનનાર તેમજ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ. જે સૂચના આધારે વૃ.પો.કો. સારીકાબેન બાવચંદભાઈ બ.નં.૭૩૪૪ નાઓએ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેક્નીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી અમદાવાદ શહેરમાં હોવાની ખાત્રી કરતા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે.સોલંકી A.H.T.U. નાઓએ એ.એસ.આઇ.ધનશ્યામસિંહ જગદેવસિંહ બ.નં. ૨૫૨૫, હે.કો. પ્રકાશ જગન્નાથ બ.નં.૧૬૨૫, હે.કો કરણસિંહ મોબતસંગ બ.નં.૬૦૨ તથા વુ.પો.કો.આશાબેન રાજુભાઈ બ.નં.૪૪૮૨ નાઓને તપાસમાં મોકલી આપતા, તેઓએ સદર ગુન્હાના કામની સગીર વયની ભોગ બનનાર તથા આરોપી સુંદર ભીખાભાઇ ભારોળીયા (દેવીપુજક) ઉ.વ.૩૫ રહેવાસી-મુળ ગામ-રાજુલા મોફતપુર, વડલી રોડ તા-રાજુલા,જીલ્લો-અમરેલીને અમદાવાદ શહેરના વટવા પો.સ્ટે. ની હદમા આવેલ સદભાવના ચાર રસ્તા પાસેથી આજરોજ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી, સદર ગુન્હાના આરોપી અને ભોગ બનનારને આગળની વધુ તપાસ સારૂ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આ કામગીરી (૧) એચ.કે. સોલંકી, પોલીસ ઈન્સ્પેકટર(૨) એ.એસ.આઈ.ઘનશ્યામસિંહ જગદેવસિંહ બ.નં.૨૫૨૫(3) હે.કો. પ્રકાશ જગન્નાથ બ.નં.૧૬૨૫(૪) હે.કો. કરણસિંહ મોબતસિંહ બ.નં.૬૦૨(૫) વુ.પો.કો.આશાબેન રાજુભાઇ બ.નં.૪૪૮૨ ટેક્નીકલ કામગીરી કરનાર કર્મચારી-(૧)વુ.પો.કો. સારીકાબેન બાવચંદભાઇ બ.નં.૭૩૪૪ કરેલ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
