<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

અમદાવાદ-દાહોદ હાઇવે પર SUV ડિવાઇડર સાથે અથડાઇઃ ૩ના મોત

ગાંધીનગર તા. ૧૭: અમદાવાદ-દાહોદ હાઈવે પર મોડી રાત્રે એક અકસ્‍માત સર્જાયો હતો. લીમખેડા નજીક ઢઢેલા ર્ટનિંગ નજીક એક બેકાબૂ બનેલી SUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર ત્રણ વ્‍યક્‍તિઓના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસ કાફલો સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને મળતદેહોને પીએમ માટે હોસ્‍પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, અકસ્‍માતનો ભોગ બનેલી કાર મહારાષ્‍ટ્ર પાસિંગની (MH) હતી. કારચાલકે ઢઢેલા ર્ટનિંગ નજીક વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે કાર સીધી ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. 

(2:39 PM IST)