<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

મહીસાગર જિલ્લામાં જમીન માપણીની 2 વર્ષ માં 866 અરજીઓ મળી: માત્ર 159 અરજીઓનું જ ભૂલ સુધાર

707 અરજીઓ હજી પણ પડતર:કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પેટા પ્રશ્નમાં સમગ્ર રાજ્યમાં પડતર ધરેલ અરજીઓનો આંકડો માંગ્યો પરંતુ મહેસૂલ મંત્રીએ આ પડતર અરજીઓના સંપૂર્ણ આંકડાઓ રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મહીસાગર જિલ્લામાં જમીન માપણી અરજી પ્રકરણ વિરુદ્ધ સવાલો ઉઠ્યાં હતાં. મળતી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં 866 અરજીઓ મળી છે, જેમાં વર્ષ 2024માં 559 અને 2025માં 307 અરજીઓ નોંધાઈ છે. પરંતુ 866 પૈકી માત્ર 159 અરજીઓનું જ ભૂલ સુધારવામાં આવ્યું છે, જેને લીધે 707 અરજીઓ હજી પણ પડતર છે. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પેટા પ્રશ્નમાં સમગ્ર રાજ્યમાં પડતર ધરેલ અરજીઓનો આંકડો માંગ્યો હતો, પરંતુ મહેસૂલ મંત્રીએ આ પડતર અરજીઓના સંપૂર્ણ આંકડાઓ રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી .

(1:52 PM IST)