<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

વડોદરા ખાતે નોંધાયેલ ગિનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં જેતપુરના બાળકો સહભાગી થયા

 

જેતપુરઃ બીએપીએસ સંસ્‍થાના આધ્‍યાત્‍મિક વડા વિશ્વ વંદનીય પ્રગટ બ્રહ્મ સ્‍વરૂપ પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજે પોતાના હસ્‍તે લખેલ સત્‍સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્‍કળત શ્‍લોકોનો મિશન રાજીપા અંતર્ગત મુખપાઠ કરીને ૧૫,૬૬૬ બાળકોએ વિશ્વ રેકોર્ડ  સર્જ્‍યો જેમાં માત્ર  ૩ થી ૧૩ વર્ષની ઉમરના રહેલ. જેમાં જેતપુરના ૭૪ બાળ-બાલિકા ઓ પણ મહંત સ્‍વામી મહારાજ દ્વારા લેખિત સત્‍સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરી મેળવી અદ્વિતીય સિદ્ધિ મેળવવામાં જોડાયા હતા. આંકડો એટલા માટે વિશેષ છે. આજના મોબાઈલ ટીવી અને રમતના આકર્ષણને બાજુ પર મૂકી આ ભૂલકાઓએ કાંટાળી કેડી પાર કરી અને મુખપાઠ કર્યો છે  આજના ડિજિટલ યુગમાં જ્‍યારે વિદ્યાર્થીઓ માટે યાદ રાખવું એ એક પડકાર છે ત્‍યારે બીએપીએસ ના ૧૫,૬૬૬ બાળકોએ મુખપાઠ કરે વર્લ્‍ડ રેકોર્ડ સર્જ્‍યો છે . પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજે ૨૦૨૪ માં ૧૦,૦૦૦ બાળકોને સત્‍સંગ દિક્ષા ગ્રંથ મુખપાઠ કરવા માટે આજ્ઞા કરી હતી આ સંકલ્‍પને જીલીને ભારતભરમાંથી બાળકોએ આ ગ્રંથનો પાઠ કરેલો. તાજેતરમાં વડોદરા ખાતે મહંત સ્‍વામી મહારાજના ૯૨ માં જન્‍મ જયંતી મહોત્‍સવ ઉપક્રમે ઉપસ્‍થિત  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવની ઉપસ્‍થિતિમાં ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ તરફથી આવેલા અધિકારીઓએ સામૂહિક ગાન કરવા બદલ‘‘ largest simultancous hindu text recital'' માટે ગિનીશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં જેતપુર તાલુકાના ૭૪ બાલિકાઓ એ પણ યોગદાન આપી આ વૈશ્વિક સિદ્ધિમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો અને વર્લ્‍ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે   આ સત્‍સંગ દીક્ષા ગ્રંથને પોતાના જીવનમાં પણ દ્રઢાવી સંયમ,નિયમ,સેવા, સમર્પણ, સમજણ, વડીલોનો આદર, દેશસેવા, શિસ્‍ત , એકાગ્રતા, આત્‍મવિશ્વાસ જેવા સંસ્‍કારોના મૂલ્‍ય પણ જીવનમાં દ્રઢ કર્યા છે.

(11:41 AM IST)