તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
વડોદરામાં પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટનો આત્મહત્યાના પ્રયાસ અંગે બે પ્રોફેસર સામે કેસ નોંધાયો
પાયોનિયર કોલેજના ત્રીજા માળેથી મેડિકલ સ્ટુડન્ટે પડતું મૂક્યું હતું. કોલેજના બે પ્રોફેસર ડો. ઋષિકેશ અને ડો. કોમલ સામે નોંધાઈ ફરિયાદ

વડોદરા : વડોદરામાં પ્રોફેસરોના ત્રાસથી મેડિકલ સ્ટુડન્ટનો આત્મહત્યાના પ્રયાસ અંગે બે પ્રોફેસર સામે કેસ નોંધાયો છે. વડોદરાની પાયોનિયર કોલેજના ત્રીજા માળેથી મેડિકલ સ્ટુડન્ટે પડતું મૂક્યું હતું. કોલેજના બે પ્રોફેસર ડો. ઋષિકેશ અને ડો. કોમલ સામે ફરિયાદ નોંધાઈ છે.કોલેજ તરફથી પણ બંને પ્રોફેસરોને ત્રણ દિવસમાં ખુલાસો આપવા નોટિસ ફટકારવામાં આવી હતી તો પોલીસ વિભાગ દ્વારા કોલેજ પર તપાસ શરૂ કરવામાં આવી છે. 80 વિદ્યાર્થીઓ અને આક્ષેપિત પ્રોફેસરો ના પણ નિવેદનો લેવામાં આવશે. તો વિદ્યાર્થી એ ક્યારેય ફરિયાદ નહીં કરી હોવાનો સંચાલકોનું નિવેદન આવ્યું છે.. પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. .
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
