તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
ઉમરપાડાથી દેવમોગરા મંદિરે દર્શન કરવા જતા બાઇક ચાલકને થયેલા અકસ્માતમાં યુવતીનું મોત
યુવક અને યુવતી બાઇક પર જતા વચ્ચે બળદ આવી જતા બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ત્યારેજ પાછળથી ટ્રેક્ટર આવતા યુવતી ઉપર ફરી વળ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં દરરોજ થઈ રહેલા અકસ્માતના બનાવોમાં એક બાદ એકના મોત થઈ રહ્યા છે ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સુરતના ઉમરપાડા ગામથી દેવમોગરા મંદિરે દર્શનાર્થે જઈ રહેલા માં એક યુવતી નું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર સાગરભાઇ અમરસીંગભાઇ વસાવા (ઉ.વ.૨૪) ( રહે. ચારણી ટેકરી ફળીયુ, તા-ઉમરપાડા જી.સુરત )તેમની યામાહા કંપનીની MT મોટર સાઇકલ નંબર GJ-19-BL-6823 ઉપર તેમની ફ્રેન્ડ સોનલબેન સાથે બેસી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરવા સારૂ જતા હતા તે દરમિયાન દેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઇવે રોડ ઉપર ખોખરાઉમર ગામની સીમમાં આવેલ હનુમાનદાદાના મંદિરની આગળ વળાંકમાં આવાત અચાનક સામે ગાય આવી જતા ઝાગરભાઇ એ મોટર સાયકલને બ્રેક મારતા મો.સા. સ્લીપ ખાય પડી જતા સાગર ભાઇને ડાબા પગના ભાગે સામાન્ય ઈજાઓ થયેલ અને મોટર સાયકલની પાછળ બેસેલ સોનલબેન નાઓને પાછળ આવતા અજાણ્યા ટ્રેકટર ચાલકે પોતાના કબજામાનું ટ્રેકટર પુરઝડપે હંકારી લાવી સોનલબેન નાઓના પેટના ભાગે ચઢાવી દઈ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી પોતાનું કબજામાનું ટ્રેકટર લઈ નાશી જઈ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
