<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સાગબારા પો.સ્ટેના પ્રોહી.ના ગુનાના ભાગેડું આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના ના આધારે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી., આર.જી ચૌધરી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા સાગબારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનાના આરોપી કિશનલાલ લોગરલાલ મેઘવાલ (ઉ.વ.આ ૪૬ )(રહે.કરદા તા.ગોગુંદા જિલ્લો. ઉદયપુર(રાજસ્થાન) નાઓ છેલ્લા ૧ વર્ષથી ધરપકડ ટાળવા સારું નાસતા ફરતા હોય જેને પો.કો જયેશભાઈ કાનજીભાઈ તથા જીગરભાઈ રમેશભાઈ નાઓની સયુક્ત બાતમીના આધારે વડોદરા દુમાડ ચોકડી ખાતેથી જઈ પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:47 PM IST)