<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર : યતિ વિજયસોમજી મહારાજ સહિત 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રીઓની વરણી : વિવિધ મોરચાના પ્રમુખોની પણ જાહેરાત જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી જિલ્લા પ્રમુખ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરાઈ : સંગઠનમાં જ્ઞાતિ-જાતિ અને ભૌગોલિક સમીકરણોને સાચવી લેવાયા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનમાં લાંબા સમયની પ્રતિક્ષા બાદ આખરે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંગઠનાત્મક નિમણૂકોનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ યાદીમાં જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને વિવિધ સેલના હોદ્દેદારો સહિત તમામ મોરચાના પ્રમુખોના નામ આવરી લેવામાં આવ્યા છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારો
જિલ્લા ભાજપના મુખ્ય માળખામાં કુલ 8 ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં યતિ વિજયસોમજી મહારાજ (વડગામ), પ્રવીણસિંહ રાણા (વડગામ), દિનેશ મેવાડા (દાંતીવાડા), કૃણાલ ભટ્ટ (પાલનપુર શહેર), શ્રીમતી રીતાબેન પટેલ (ડીસા શહેર), શ્રીમતી કોકિલાબેન પંચાલ (પાલનપુર શહેર), નિલેષ કુંબડીયા (દાંતા) અને શ્રીમતી પાયલબેન મોઢ (અમીરગઢ) નો સમાવેશ થાય છે. જિલ્લા મહામંત્રી તરીકે શ્રેયાંશ પ્રજાપતિ (પાલનપુર શહેર), રસિકજી ઠાકોર (ભીલડી) અને તરુણ મોદી (ધાનેરા શહેર) ને જવાબદારી સોંપાઈ છે.
મંત્રી તરીકે હંસપુરી ગૌસ્વામી (કાંકરેજ), શ્રીમતી મીતાબેન સોની (પાલનપુર શહેર), શ્રીમતી મંથરાબેન દેસાઈ (ધાનેરા), કામરાજ ચૌધરી (વડગામ), શ્રીમતી ચેતનાબેન ઠક્કર (ડીસા શહેર), શ્રીમતી વંદાબેન વાસુ (અંબાજી શહેર), વિપુલ દવે (ડીસા) અને શરદ સાંપરિયા (થરા શહેર) ની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે મનુ હજીપુરા, કાર્યાલય મંત્રી તરીકે પરીક્ષિત ત્રિવેદી અને સહકાર્યાલય મંત્રી તરીકે વિનોદ વાવરુંની વરણી કરાઈ છે. સંગઠનના અન્ય મહત્વના વિભાગોમાં સોશિયલ મીડિયા વિભાગમાં હિમાંશુ બારોટ, આઈ.ટી. વિભાગમાં પ્રતિક લિંબાચિયા અને મીડિયા વિભાગમાં અતુલ જોષીને જવાબદારી સોંપાઈ છે.
વિવિધ મોરચાના હોદ્દેદારોની જાહેરાત
પાર્ટીના વિવિધ મોરચામાં પણ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે સાગર ચૌધરી અને મહામંત્રી તરીકે અલ્કેશ જોષી તથા જવાન દેસાઈની વરણી થઈ છે. મહિલા મોરચામાં પ્રમુખ તરીકે શ્રીમતી બેલાબેન મેવાડા અને મહામંત્રી તરીકે શ્રીમતી ઈન્દુબેન જોષી તથા શ્રીમતી ઉષાબેન પ્રજાપતિને જવાબદારી અપાઈ છે. કિસાન મોરચાની કમાન મોતીલાલ પાળજાને સોંપાઈ છે, જ્યારે મહામંત્રી તરીકે મોતીલાલ જીવા ચૌધરી અને ગણપત અકોલિયા સેવા આપશે.
બક્ષીપંચ (OBC) મોરચામાં અલ્પેશજી ઠાકોર પ્રમુખ તરીકે અને કીર્તિ મેવાડા તથા સતીષકુમાર ભોજક મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે. અનુસૂચિત જાતિ (SC) મોરચામાં જશુભાઈ ચૌહાણ પ્રમુખ અને પ્રવીણ સોલંકી તથા વિક્રમ પરમાર મહામંત્રી બન્યા છે. અનુસૂચિત જનજાતિ (ST) મોરચાના પ્રમુખ તરીકે રવીન્દ્ર ગમાર અને મહામંત્રી તરીકે લાધુભાઈ ભગોરા તથા અલ્કેશ રાણાની વરણી કરાઈ છે. લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે શોકતભાઈ હુક્કા અને મહામંત્રી તરીકે મહમદનદીમ અરબ તથા મહેબૂબ મનસુરીના નામ જાહેર કરાયા છે.
આ નિમણૂકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને જિલ્લા પ્રભારી મંત્રીને રવાના કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર : યતિ વિજયસોમજી મહારાજ સહિત 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રીઓની વરણી : વિવિધ મોરચાના પ્રમુખોની પણ જાહેરાત જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી જિલ્લા પ્રમુખ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરાઈ : સંગઠનમાં જ્ઞાતિ-જાતિ અને ભૌગોલિક સમીકરણોને સાચવી લેવાયા

પાલનપુર, તા. 16 : બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનમાં લાંબા સમયની પ્રતિક્ષા બાદ આખરે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંગઠનાત્મક નિમણૂકોનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ યાદીમાં જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને વિવિધ સેલના હોદ્દેદારો સહિત તમામ મોરચાના પ્રમુખોના નામ આવરી લેવામાં આવ્યા છે.

(9:30 PM IST)