<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ગરમી હજુ વધશે, ૨૨મી સુધીમાં ૩૮ ડીગ્રીએ પહોંચશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૧૬ થી ૨૩ ફેબ્રુઆરી સુધીની આગાહી : તા.૧૯ થી ૨૨ (ગુરૂ થી રવિ) સુધીમાં ગરમીનું જોર વધુ રહેશે, તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચી જશેઃ લઘુત્તમ અને મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહેશેઃ આગાહી સમયમાં દિવસના તાપમાનમાં બે થી ચાર ડીગ્રીનો વધારો થશે

રાજકોટઃ ઠંડીએ જાણે વિદાય લઇ લીધી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. દિવસ દરમ્‍યાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. દરમ્‍યાન વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે આગાહી કરી છે કે સપ્તાહના અંત સુધીમાં દિવસનું તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચી જશે

તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્‍યમાં રાત્રિ અને વહેલી સવારનું તાપમાન આ સમયગાળા માટે અસામાન્‍ય રીતે  (ઊંચું) રહ્યું છે. દિવસ દરમિયાન પણ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેતાં બપોર બાદ ગરમીનો અહેસાસ વધી રહ્યો છે.

હાલની તાપમાન સ્‍થિતિ મુજબ  નોર્મલ લઘુત્તમ તાપમાનઃ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છના મોટા ભાગોમાં આશરે ૧૫ ડીગ્રી થી ૧૬ડીગ્રી ગણાય. આજનું લઘુત્તમ તાપમાન (૧૬ ફેબ્રુઆરી) રાજ્‍યના મોટા ભાગોમાં નોર્મલ થી ૨ડીગ્રી જેટલું વધુ નોંધાયું છે.

નોર્મલ મહત્તમ તાપમાનઃ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છના મોટા ભાગોમાં આશરે ૩૧ થી ૩૨ડીગ્રી ગણાય.

ગઈકાલનું મહત્તમ તાપમાન (૧૫  ફેબ્રુઆરી): રાજ્‍યના મોટા ભાગોમાં નોર્મલ તાપમાન કરતાં ૨ ડીગ્રી થી ૫ ડીગ્રી વધુ, જેના કારણે બપોર બાદ ગરમીનો અહેસાસ વધુ રહ્યો હતો.

ગઇકાલે મહત્તમ તાપમાન અમદાવાદઃ ૩૪, વડોદરાઃ ૩૪.૮, ભુજઃ ૩૪.૯, રાજકોટઃ ૩૫.૩, ડીસાઃ ૩૫.૮, અમરેલીઃ ૩૪.૭ નોંધાયેલ.

આ આંકડા મધ્‍ય ફેબ્રુઆરી માટેના નોર્મલ તાપમાન કરતાં ૨ થી ૫ ડિગ્રી  વધુ છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે  સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટ ૧૬ થી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જણાવેલ કે દિવસ દરમિયાન તાપમાન હાલમાં નોર્મલ તાપમાન કરતાં વધુ ચાલી રહ્યું છે. જે મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની શક્‍યતા છે અને ૧૯ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ૨ થી ૪ ડીગ્રી જેટલો વધુ વધારો થઈ શકે છે.

કેટલીક જગ્‍યાએ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીથી વધુ પહોંચી શકે છે.

જયારે લઘુત્તમ તાપમાન એકાદ દિવસ નોર્મલ આસપાસ રહી પછી રાજ્‍યના મોટા ભાગોમાં નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને બપોર બાદ ગરમીમાં વધારો અનુભવાશે.

પવન પરિસ્‍થિતિ જોઇએ તો  સાંજના સમયે પવનની ઝડપમાં વધારો થવાની શક્‍યતા છે, જેના કારણે સૂર્યાસ્‍ત બાદ થોડી રાહત મળી શકે.

૧૭/૧૮ ફેબ્રુઆરીએ કચ્‍છ અને પヘમિ સૌરાષ્ટ્રમાં વહેલી સવારના સમયે ધુમ્‍મસ રહેવાની શક્‍યતા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ૧૯ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ગરમીમાં વધુ વધારો થવાની શક્‍યતા છે. સમગ્ર આગાહી સમયગાળા દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની સંભાવના છે

 

 

 

 

(3:40 PM IST)