<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સુરત જિલ્લાનું એલસીબી અને સુરત શહેરનું સારોલી પોલીસ સ્ટેશન કર્મચારી અને અધિકારી દ્વારા મેસ શરૂ કરાઈ : જુઓ વિડિયો

બંને પોલીસ સ્ટેશનના ક્રાઈમ રેકોર્ડ અન્ય પોલીસ સ્ટેશન કરતા વધુ સારો બન્યો :રાજ્યભરના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ શરૂ થશે.....?

સુરતનું જમણને અને કાશીનું મરણ આ કહેવત વર્ષોથી બોલાતી આવતી હોય છે ત્યારે આ કહેવતને સાર્થક કરવાનું કાર્ય સુરત જિલ્લાના એલસીબી પીઆઇ અને સુરત શહેરના ચારોલી પોલીસ સ્ટેશનના પીઆઇએ કરી બતાવ્યું છે તેમને પોતાના પોલીસ સ્ટેશનમાં મેસ શરૂ કરી છે જેથી કરીને અધિકારી અને કર્મચારી બંને એકબીજાના તાલમેલ સાથે એક ટીમ એકતા  બનાવીને કાર્યો કરતા હોય છે સાથે સાથે કર્મચારીની તકેદારી અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી આજે શરૂ કરાયેલી મેસ રંગ લાવી છે સૌથી ઉલ્લેખ બાબત એ છે આ મેસ ખુદ પોલીસ કર્મચારી ઓ ચલાવી રહ્યા છે અને ફાઈવ સ્ટાર હોટેલને ટક્કર મારે એવું જમણ પીરસાઈ રહ્યું છે

પોતાને પ્રમાણિકતા અને નિષ્ઠાનું ઉદાહરણ ઘણા અધિકારી આપતા હોય છે સાથે સાથે સામાજિક કાર્ય પણ કરતા હોય છે સમાજમાં એક સારો દાખલો અધિકારી તરીકે પણ બેસાડતા હોય છે ત્યારે કોઈ અધિકારી પોતાના સ્ટાફ માટે આટલું ઊંચી હદે વિચારી શકતા હોય એવું ભાગ્ય બનતું હોય છે મોટેભાગે ગુજરાતમાં અધિકારીઓ માત્ર નાના કર્મચારીઓને શોષણ કરવામાં જ ઉપયોગ કરતા હોય છે ત્યારે લોકોથી અલગ અને સાથી કર્મચારીને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવા માટે એક રસોડું કરવામાં આવે છે ત્યારે એનું ઉમંગ કંઈક ઓર જ હોય છે ખાસ કરીને આ વાત કરીએ તો સુરત જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચ જે નેશનલ હાઈવે ટચ છે અને આજુબાજુ ચા નાસ્તો કરવો હોય પણ દૂર જવું પડતું હોય છે ત્યારે એલસીબી પીઆઇ તરીકે ફરજ માં આવતા રાજેશ ભટોરએ સુરત જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના સાથે કર્મચારીને ધ્યાન રાખીને એક મેસ શરૂ કરવામાં આવી છે 

  આ મેસ ની ખાસિયત એવી છે કે ખુદ કર્મચારીઓ જ ચા નાસ્તો સાથે જમવાનું બનાવવામાં આવે છે અને એલસીબીમાં મેહકમ મુજબ સ્ટાફ ઓછો હોય છે અને સુરત જિલ્લા નો ભૌગોલિક રચનાને લઈને અધિકારી અને કર્મચારી પોતાના રહેઠાણ જમવા જોવા આવવામાં સમય વધુ જતો હોય છે ત્યારે અધિકારીએ પોતે એલસીબી ઓફિસમાં એક રસોડું શરૂ કરવાની શરૂઆત કરી હતી આજે એ રસોડું શરૂ થયાના બે વર્ષ જેવો સમય થઈ ગયો છે અને 24 કલાક રસોડું ચાલુ રહી છે જેમાં ખાસ કરીને બે ટાઈમ જમવામાં વેજ અને નોનવેજ આઈટમો બનાવવામાં આવતી હોય છે જેથી કરીને હાઇવે પર નાના મોટા અકસ્માત થતા હોય છે મોટેભાગે બહારના ટ્રક ડ્રાઇવર હોય છે અને આરોપીઓને પણ આ રસોડાના કારણે સારું અને પૌષ્ટિક ભોજન મળે છે આજે આ રસોડાની ખાસિયત કરી હતો ફાઇસટાર હોટલમાં કે ધાબા પર કે રેસ્ટોરન્ટમાં જે ટાઈપનું રસોઈ બનતી હોય છે એના કરતાં સારું રસોઈ અહીંયા બને છે અને તેનો લાભ સુરત જિલ્લાના મોટાભાગના અધિકારીઓ લીધો છે ત્યારે આ જ રીતે સુરત શહેરના છેવાડે આવેલા સારોલી પોલીસ સ્ટેશનના પી.આઈ સંદીપ વેકરીયા પણ પોતાના કર્મચારી અને અધિકારી માટે પોલીસ સ્ટેશનની અંદર મેસ શરૂ કરવામાં આવી છે જેથી કરીને કર્મચારી સુરતના અલગ અલગ ભાગથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજવ આવતા હોય છે તે લોકોને સમયસર વ્યવસ્થિત જમવાનું મળી રહે આજે ચાર મહિનાથી ચાલતી આ મેસ ઘણા ઊંચ અધિકારી ખાસ કરીને સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર આલોક કુમારે પણ સારોલી પોલીસ સ્ટેશનની મેસનો લાભ લીધો છે ખાસ કરીને બધા અધિકારી સમય અનુકૂળતાએ મેસ જઈને જમી આવે છે આ સુરત જીલ્લો અને સુરત શહેરમાં શરૂ થઈને આ પ્રથા ને લઈને ખાસ કરીને મહિલા કર્મચારી અને સૌથી વધુ લાભ થઈ રહ્યો છે જેની પાછળ એવું છે કે પોતે પોલીસ સ્ટેશનમાં જમી લેતા હોય છે તો ઘરે જઈને જળસી બનાવવાની શક્યતા રહેતી નથી જેથી કરીને વધુ સમય પોતાના પરિવાર અને બાળકોને આપી શકે આ પ્રાથમિકતા હાલ જોવાઈ રહી છે બંને અધિકારી પોતાની નિષ્ઠાને પ્રામાણિકતાથી આ એક પ્રથા શરૂ કરી છે અને ભગીરથ કાર્યમાં આગામી સમયમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા પોલીસ વડા અન્ય પોલીસ સ્ટેશનમાં પણ પ્રથા શરૂ થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે બંને પોલીસ સ્ટેશનના મેનુ બંનેઉ ટાઈમ જમવાનું અલગ અલગ હોય છે ખાસ કરીને પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને પૌષ્ટિક આહાર કેવી રીતે સારું મળે તેનું અધિકારીઓ મંથન કરતા હોય છે અને પોતે પહેલા ટેસ્ટ કર્યા પછી જ અન્ય કર્મચારીઓ સાથે જમતા હોય છે એટલે એક ટીમ વર્ક સૌથી મહત્વનું હાલમાં સાબિત થઈ રહ્યું છે જેને લઈને આજે બંને પોલીસ સ્ટેશનના ક્રાઈમ રેકોર્ડ અન્ય પોલીસ સ્ટેશન કરતા વધુ સારો બન્યો છે.

(1:52 PM IST)